સુરતનાં સ્વાદ પ્રિય સુરતીઓ માટે પાલિકા દર વર્ષે નવરાત્રીમાં અઠવા પાર્ટી પ્લોટ ખાતે દિવસનો ફુડ ફેસ્ટિવલનું આયોજન કરે છે, પરંતુ આ વર્ષે ફુડ ફેસ્ટીવલનું સ્થળ બદલવા સાથે વધુ દિવસનો ફુડ ફેસ્ટિવલ યોજાશે. સુરત મ્યુનિ.નો આ વર્ષનો ફુડ ફેસ્ટિવલ અઠવાને બદલે વેસુ કેનાલ રોડ વોક વે ખાતે અને દસ દિવસનાં બદલે 18 દિવસનો કરવા માટે જાહેરાત થઈ ગઈ છે. સુરત મહાનગરપાલિકા લોકોને પ્રાથમિક સુવિધા આપવા સાથે સુરતીઓના મનોરંજન માટે પણ ખાસ કામગીરી કરે છે.
આ ઉપરાંત તહેવાર સાથે લોકોને ઉપયોગી થાય તેવી કામગીરી પણ સુરત પાલિકા કરી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોથી સુરત પાલિકા નવરાત્રીનાં દિવસોમાં ફુડ ફેસ્ટિવલનું આયોજન કરે છે. સુરતીઓ ખાણી-પીણીના શોખીન હોય પાલિકાનો આ ફુડ ફેસ્ટિવલ સફળ થઈ રહ્યો છે. પાલિકા દર વર્ષે નવરાત્રી દરમિયાન અઠવા પાર્ટી પ્લોટ ખાતે દસ દિવસનો ફુડ ફેસ્ટિવલ કરે છે અને ફુડ ફેસ્ટિવલમાં મનોરંજનના કાર્યક્રમનું પણ આયોજન કરે છે.
જોકે, આ વર્ષે પાલિકાએ અઠવા પાર્ટી પ્લોટની જગ્યાએ વેસુ કેનાલ રોડ પર આવેલા વોક-વેમાં આયોજન કરવામાં આવ્યું છે. આ ફુડ ફેસ્ટિવલ તારીખ 18 સપ્ટેમ્બરથી તારીખ 5 ઓકટોબર સુધીનો રહેશે. જયારે 18 દિવસ સુરતીઓ હાલ બનેલા વોક-વેમાં ફુડ ફેસ્ટિવલની મજા માણી શકશે. આ ફુડ ફેસ્ટિવલમાં સ્ટોલ રાખવા માટે ખાણી પીણીનું વેચાણ કરતી અને ફુડ સેફ્ટી સ્ટાર્ન્ડન્ડ એક્ટડ હેઠળ લાયસન્સ ધરાવતી સંસ્થાઓએ તારીખ 8 સપ્ટેમ્બર સુધીમાં ફોર્મ ભરીને અરજી કરવાની રહેશે. (ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500