Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત જિલ્લા પંચાયતનું સને ૨૦૨૧-૨૨ નું ૧૪૧૪.૧૨ કરોડનું બજેટ

  • March 26, 2021 

સુરત જિલ્લા પંચાયતમાં આગામી નાણાકીય વર્ષ૨૦૨૧-૨૨ નું અંદાજપત્ર રજૂ કરવા તેમજ અન્ય કામોની મંજુરી માટે જિલ્લા પંચાયતના સભાખંડમાં પ્રમુખ ભાવેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી સામાન્ય સભામાં રૂપિયા૧૪૧૪.૧૨ કરોડ રૂપિયાનું અંદાજપત્ર સરકારી અનુદાન. દેવા વિભાગ અને સ્વભંડોળનું ૪૬.૫ કરોડ રૂપિયાનું અંદાજપત્ર જિલ્લાના સમતોલ વિકાસને વધુ અસરકારક બનાવવાના આશયથી રજૂ કરતાં સર્વાનુમતે બહાલી આપી બજેટને મંજૂર કરવામાં આવ્યું હતું આ બજેટમાં પશુપાલકો. આંગણવાડી કેન્દ્રો અને ખેતીવાડી ક્ષેત્રે ખાસ જોગવાઈ કરવામાં આવી છે.

 

 

 

 

 

સુરત જિલ્લા પંચાયત ખાતે આજે નવા વરાયેલા શાસકોની પ્રથમ સામાન્ય સભા ટીમ ના વડા ભાવેશ પટેલના અધ્યક્ષ સ્થાને સને ૨૦૨૦-૨૧ ના વર્ષ નું સુધારેલ તથા ૨૦૨૧-૨૨ ના વર્ષનું અંદાજેલ બજેટ તેમ જ અન્ય કામોને બહાલી આપવા માટે મળી હતી.સુરત જિલ્લા પંચાયતને રાજ્યમાં મોડેલ જિલ્લા પંચાયત બનાવવાના લક્ષ્ય સાથે સને ૨૦૨૧-૨૨ ની સંભવિત આવક ૧૦૪૨ કરોડ થતાં ઉઘડતી સિલક ૩૨૭ કરોડ મળીને ૧૪૧૪.૧૨ કરોડના આયોજન સાથે બજેટ રજૂ કર્યું હતું આ બજેટમાં શિક્ષણ ક્ષેત્રે ૩.૦૩ કરોડ. આયુર્વેદ ક્ષેત્રે ૧.૮૨ કરોડ. સંકલિત બાળ વિકાસ યોજના ક્ષેત્રે ૧.૦૫ કરોડ. ખેતીવાડી ક્ષેત્રે ૧.૮૭ કરોડ. પશુપાલન ક્ષેત્રે ૪૮.૧૭ લાખ. સમાજ કલ્યાણ ક્ષેત્રે ૩.૨૦ કરોડ. કુદરતી આફત સદરે ૦૫ લાખ. સહકાર ક્ષેત્રે ૦૩ લાખ. સિંચાઇ ક્ષેત્રે ૫.૮૦ કરોડ. જાહેર બાંધકામ ક્ષેત્રે ૮.૦૮ કરોડ. પરચૂરણ કામો પેટે રૂપિયા ૪.૪૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

 

 

 

 

 

આ ઉપરાંત સમાજ કલ્યાણ ક્ષેત્રે આદિવાસી સમાજના વ્યક્તિની મરણોત્તર ક્રિયા માટે ૭૫ લાખ તથા આર્થિક રીતે પછાત અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિવિધ સમાજના લોકોનો હાર્દિક અને સામાજિક વિકાસ થાય તેમ જ સામાજિક રીત-રિવાજો પાછળનું આર્થિક ભારણ હળવું થાય તે હેતુથી સમૂહ લગ્નની પ્રથા ને પ્રોત્સાહન આપવા માટે પાંચ લાખની જોગવાઈ કરવામાં આવી છે તેમજ નબળા તમામ વર્ગના લાભાર્થીઓને મકાન સહાય અંગે રૂપિયા બે કરોડ. તેમજ આદિવાસી સમાજના બાળકો જેમાં રહીને અભ્યાસ કરે છે એવી આશ્રમ શાળા તથા બુનિયાદી આશ્રમશાળા ઓમાં ખૂટતી સુવિધાઓ આપવા માટે ૧૦ લાખની જોગવાઈ તેમજ રોજગાર માટે ખરીદેલ સાધન ઉપર સહાય માટે ૩૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે.ઉપરાત શિક્ષણ છેત્રે ફર્નિચર માટે પાંચ લાખ, ઉત્તરવહી છાપવા માટે ૨૫ લાખ. પંચાયત છાત્રાલય બાંધકામ માટે ૧ કરોડ ની જોગવાઇ કરવામાં આવી છે.

 

 

 

 

 

જાહેર આરોગ્ય ક્ષેત્ર ૫૦ લાખની, બાળકોને ફ્લેવર્ડ દૂધ આપવાની યોજના હેઠળ ૪૦ લાખ, આંગણવાડી કેન્દ્રો માટે વાસણ ખરીદવા, પીરસવાના વાસણો આપવા માટે ૫૦ લાખ, ખેતીવાડી ક્ષેત્રે શેરડી પાકમાં સીગલ હાઇબીડ રોપા માટે ૧.૨૦ કરોડની યોજના મુકાઈ છે. બાંધકામ માં પ્રવાસન માટે ૩૦ લાખ તેમજ સ્મશાન ગૃહમાં ખૂટતી સુવિધા માટે ૧ કરોડની જોગવાઈ કરાઈ છે.પંચાયત પ્રમુખે જિલ્લાના તમામ વિકાસના પાસાઓને આવરી લઈ આવશ્યક જરૂરિયાતોને કેન્દ્રમાં રાખી આવકની મર્યાદાને ધ્યાનમાં રાખી બજેટ રજૂ કર્યું છે.

 

 

 

 

 

આ ઉપરાંત સુરત જિલ્લા પંચાયત હસ્તકના કામરેજ તાલુકાના કઠોર ગામે આવેલ પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર ની અંદાજિત ૧૨ હજાર સ્ક્વેર ફૂટ જગ્યા જે જગ્યાની માગણી સુરત મહાનગરપાલિકા દ્વારા તાપી શુદ્ધિકરણ માટે કરવામાં આવી હતી જે સામાન્ય સભામાં બહાલ કરવામાં આવી છે. પ્રમુખ ભાવેશ પટેલ વધુમાં જણાવ્યું કે જિલ્લા પંચાયતની હસ્તકની અન્ય મિલકતો પણ આવેલી છે ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં આગ અને આકસ્મિક ઘટના સમયે ફાયર બ્રિગેડ ઘટ છે જે ઘટ પુરવા બિન વપરાશની મિલકત મા ભવિષ્યમાં પી.પી.પી. ધોરણે કોઈપણ સામાજીક સંસ્થા ને સાથે રાખી ને ભવિષ્યમાં એક ફાયર બ્રિગેડ બનાવવાનું આયોજન વિચારણા હેઠળ છે. અત્રે ઉલ્લેખનીય છે કે સતત પાછલા ચાર વર્ષોથી સ્વભંડોળ ના બજેટમાં ઘટાડો નોંધાઈ રહ્યો હતો જે આગામી નાણાકીય વર્ષના બજેટના આયોજનમાં ૬ કરોડ રૂપિયા નો વધારો થયો છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application