Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત ડિસ્ટ્રીકટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરીંગ કમિટીની બેઠક બારડોલીનાં સાંસદનાં અધ્યસ્થાને યોજાઈ

  • June 09, 2023 

સુરત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ડિસ્ટ્રીકટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરીંગ કમિટી(દિશા)ની બેઠક બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી. બેઠકમાં સાંસદ વસાવાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ છેવાડાના લોકો સુધી મળી રહે તે દિશામાં આયોજન કરી પાયાની જરૂરિયાતોને પ્રાથમિકતા અપાય તે દિશામાં કાર્ય કરવું જરૂરી છે.


આ તકે તેમણે વરાછાના યોગીચોક વિસ્તારમાં ગાર્ડનની સુવિધા ઉભી કરવા માટે મહાનગરપાલિકાના અધિકારીઓને જણાવ્યું હતું. સાંસદએ તાલુકા કક્ષાએ સરકારી શાળાઓમાં બાળકો સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરી શકે તે માટે વિશાળ હોલના નિર્માણ અને સખીમંડળની બહેનો સ્વનિર્મિત ચીજ-વસ્તુઓનું વેચાણ કરીને આત્મનિર્ભર બની શકે તે માટે ઈ-રીક્ષા આપવાનું સુચન કર્યું હતું. આશ્રમ શાળાઓમાં ગોબર ગેસ પ્લાન્ટ બનાવવામાં આવે તેમજ બાળકો જન્મ થાય એ જ સમયે તેમનો સિકલસેલ એનિમીયાનો ટેસ્ટ કરવામાં આવે તે માટે આરોગ્ય અને આઈ.સી.ડી.એસ. વિભાગને સાથે મળીને કાર્ય કરવા જણાવ્યું હતું.


સાંસદએ સૌ અધિકારીઓને ગરીબ દીકરીઓના સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતા ખોલાવીને માનવતાના કાર્યમાં જોડાવાનો અનુરોધ કર્યો હતો. સાંસદએ નવતર પહેલરૂપે સખીમંડળની બહેનો દ્વારા ઉત્પાદિત થયેલા થેલા, પાણીની બોટલ જેવી વસ્તુઓથી અધિકારીઓનું સ્વાગત કરવાની પહેલ કરી હતી. દિશાની બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, શ્યામાપ્રસાદ મુખર્જી રૂર્બન પ્રોજેક્ટ, સુરત સ્માર્ટ સિટી, પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ, બ્રિજ સેલ, મધ્યાહન ભોજન યોજના, આત્મા પ્રોજેક્ટ, સોઈલ હેલ્થ કાર્ડ, સર્વ શિક્ષા અભિયાન, બેટી બચાવો બેટી પઢાઓ, પોસ્ટ વિભાગની સુકન્યા સમૃદ્ધિ યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાઓના જેવી વિવિધ કેન્દ્ર સરકારની ફલેગશીપ યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application