Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત ક્રાઇમ બ્રાન્ચે નકલી ચલણી નોટોના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરી

  • September 10, 2023 

સુરતમાંથી બનાવટી ચલણી નોટ પકડવા મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચને વધુ એક સફળતા મળી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે નકલી ચલણી નોટોના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરી લીધી છે.



મળતી માહિતી મુજબ, નકલી નોટોના કેસમાં રાષ્ટ્રવ્યાપી નેટવર્કની કડી હાથ લાગી છે. ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં લુધિયાણામાં 45 હજારથી વધુની ચલણી નોટો સાથે આરોપી રાહુલ મોહિન્દર મલિકની ધરપકડ કરી છે. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે તેમણે નકલી ચલણી નોટો બનાવવાનો વિચાર વેબસિરીઝ જોયા બાદ આવ્યો હતો. તાજેતરમાં આવેલ ફરઝી નામની વેબસીરીઝ જોયા બાદ ખેલ કરી કાઢ્યો હતો. આરોપીઓએ યુ-ટ્યુબ થકી લુધિયાણાના યુવાન પાસેથી નોટ લાવ્યાની કબૂલાત કરી હતી. તો સાથે સાથે, પોલીસ આરોપીઓ પાસેથી પ્રિન્ટર અને ડુપ્લીકેટ નોટ પોલીસે કબ્જે કર્યા છે.


મહત્વનું છે કે, સુરતથી ક્રાઇમ બ્રાન્ચે આ પહેલા બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પહેલા આ કેસમાં રૂપિયા 500ના દરની 7 નંગ ડુપ્લીકેટ નોટ કબ્જે કરાઈ હતી. તેમજ સુરતમાં સુથારી કામ કરતાં શખ્સ સુરેન્દ્ર દશરથ વિશ્વકર્માની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે, મોજશોખ પુરા કરવા માટે સમગ્ર ખેલ રચ્યો હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. સુરત પોલીસ હજી પણ તપાસ કરી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application