વ્યારાના ટીચકપુરા પાસે હાઈવા ડમ્પરના ચાલકે એસટી બસને પાછળથી ટક્કર મારતા મુસાફરો ભરેલી બસ રોડની બાજુમાં ઉતરી ગઈ હતી, જોકે આ અકસ્માતના બનાવમાં ચાર જેટલા મુસાફરોને સામાન્ય ઈજા પહોંચતા ૧૦૮ની મદદથી સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હા.
મળતી માહિતી મુજબ વ્યારા તાલુકાના ટીચકપુરા ગામની સીમમાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર-૫૩ પર તા.૦૭મી જુલાઈ ૨૦૨૩ નારોજ ટીચકપુરા ગામના પાટિયા પાસે વ્યારા થઇને આહવા જતી સુરત-આહવા બસ નંબર જીજે/૧૮/ઝેડ/૬૬૪૪ મુસાફરો બેસાડવા માટે ઉભી રહેતા પાછળથી આવતી હાઈવા ડમ્પર નંબર જીજે/૧૬/એવી/૭૬૬૬ ના ચાલકે પોતાના ક્બ્જાનું ડમ્પર પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઇ આવી બસને પાછળથી જોરદાર ટક્કર મારી હતી, અકસ્માત એટલો જોરદાર હતો કે, મુસાફરો ભરેલી બસ રોડની બાજુમાં ઉતરી ગઈ હતી. આ અકસ્માતના બનાવમાં ૪ જેટલા મુસાફરોને સામાન્ય ઈજા પહોંચતા ૧૦૮ની મદદથી સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.સદનસીબે જાન હાની ટળી હતી.
બનાવ અંગે સુરત-આહવા એસટી બસનો ચાલક પ્રદીપભાઈ હરીભાઈ પટેલ રહે. પલસાણા જી.સુરત નાઓની ફરિયાદના આધારે વ્યારા પોલીસે ડમ્પર ચાલક રમેશભાઈ બટુભાઈ યાદવ હાલ રહે.હજીરા જી.સુરત નાઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500