Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પાર્સલમાંથી ઓરિજનલ માલ કાઢી ડુપ્લીકેટ માલ મોકલી આપતા ટેમ્પો ચાલક સામે પોલીસ ફરિયાદ

  • August 12, 2021 

સુરતના પુણા ગામ સીતાનગર ચોકડી પાસે ઈન્ટરનેશનલ ફેશન માર્કેટમાં આવેલ શ્રી ગણેશ ફ્રેન્ચાઈસી નામની ઓફિસમાંથી ચોર્યાસી તાલુકાના કચોલી ગામે આવેલી ઓફિસમાં ડિલેવરી કરવા માટે આપેલા પાર્સલમાંથી ઓરિજનલ માલ કાઢી તેના બદલામાં હલકી કક્ષાનો માલ ભરી છેતરપિંડી કરનાર ટેમ્પો ચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.

 

 

 

 

 

પુણા પોલીસના જણાવ્યા મુજબ, વડોદરા છાણી જકાતનાકા ડો.આંબેડકર નગર ખાતે રહેતા જીતેન્દ્રભાઈ બાજીરાવ ગાઢે (ઉ.વ.49) દેલ્હીવેર પ્રા.લી નામની ઓનલાઈન ઈ-કોમર્સની કંપનીમાંમા નોકરી કરે છે અને તેમનું કામ ઓનલાઈન પાર્સલ ડિલેવરી થવા બાબતે આવેલ ફરિયાદો, ચોરી કે મિસીંગ અંગે પાસલોની તપાસ કરી તેના વિરુદ્ધ પુરાવા ભેગા કરી પોલીસ ફરિયાદ કરવાનું છે. કંપનીની હેડ ઓફિસ હરીયાણા ગુરુગ્રામ ખાતે આવેલી છે જયારે પેટા બ્રાંચ રાજયભરમાં આવેલી છે જેમાં સુરતમાં પંદરેક બ્રાન્ચ આવેલી છે. જે તમામ બ્રાન્ચમાંથી કલેકશન કરી ચોર્યાસી તાલુકાના કચોલી ગામ ખાતે મુખ્ય ઓફિસમાં મોકલવાનું હોય છે. જે માટે કંપની દ્વારા અલગ-અલગ ટ્રાન્સપોર્ટને પાર્સલો મુખ્ય ઓફિસ સુધી પહોચાડવા માટેના કોન્ટ્રાકટ આપ્યા છે.

 

 

 

 

 

 

ગત તા.7 ઓગસ્ટના રોજ અશોક લેલન ટેમ્પોના માલીક ગણેશ પાટીલે તેના ડ્રાઈવર અજય પાટીલને ટેમ્પો લઈને મોકલ્યો હતો અને શ્રી ગણેશ ફેન્ચાઈ ખાતેથી કુલ 1800 પાર્સલ ભરી બે ટ્રીપ મારી હતી. જેમાં પહેલી ટ્રીપનો માલ ઓફિસમાં સમયસર પહોચાડ્યો હતો જયારે બીજી ટ્રીપ રાત્રે સાડા અગિયાર વાગ્યે પહોચાડી હતી. દરમ્યાન ટેમ્પોમાં લગાડેલ જીપીએસ લોકેશન ચેક કરતા મંગલનગર લિંબાયત ખાતે એક કલાક કરતા વધારે સમય રોકાયો હોવાનું બહાર આવતા ટેમ્પો ડ્રાઈવર અજય પર શંકા જતા તેને બોલાવી પુછપરછ કરતા ગલ્લા તલ્લા કરી ઉડાઉ જબાવ આપ્યો હતો.

 

 

 

 

 

બીજી તરફ જે ઓનલાઈન ફરિયાદો આવી હતી જે મામલે તપાસ કરતા અજય પાટીલ ઓરીજનલ પાર્સલ પોતાની પાસે રાખી તેના બદલામાં ડુપ્લીકેટ પાર્સલોમાં ખરાબ માલ તથા ફાટેલા તુટેલા કપડા હલકી કક્ષાનો માલ તથા વિપરીત માલ ભરી મોકલી આપી કંપની સાથે ગ્રાહકો સાથે ઠગાઈ કરતો હોવાનુ બહાર આવ્યું હતું. આ રીતે અજય પાટીલે 125 જેટલા પાર્સલમાં ઘાલમેલ કરી કંપની અને ગ્રાહક સાથે મળી કુલ રૂપિયા 2,50 લાખનો મુદ્દામાલ બ્રાન્ચ ખાતે નહી પહોંચાડી સગેવગ કરી કંપની અને ગ્રાહકો સાથે ઠગાઈ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application