સુરતનાં ઓલપાડ તાલુકાનાં માસમાં ગામે રહેતો પરપ્રાંતીય યુવાન સાંજના સમયે સાઇકલનું પંચર બનાવી પરત રૂમ ઉપર જવા નીકળ્યો હતો તે સમયે સુરત-ઓલપાડ રોડ ઉપર માસમાં ગામની સીમમાં પૂરઝડપે હંકારી આવેલ એક કન્ટેનરના ચાલકે સાયકલને પાછળથી ટક્કર મારી હતી. જોકે સર્જાયેલા અકસ્માતમાં સાયકલ સવાર યુવાનનું ગંભીર ઇજાના કારણે મોત નીપજયું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઓલપાડનાં માસમાં ગામે વલકલમાં જય ટેક્ષટાઇલમાં આવેલ સિલ્વર કોમ્પ્લેક્ષમાં રૂમ નંબર-04માં રહેતો અને મૂળ ઓરિસ્સાનો વતની ક્રિષ્નાચંદ્ર હાડુબંધુ સાહુ (ઉ.વ.39) કે જેઓ સંચાના મશીન ચલાવવાનું કામ કરે છે.
જોકે તેઓ ગત તા.27નાં રોજ સાંજના સમયે માસમાં ગામની સીમમાં સિદ્ધનાથ એવેન્યુની સામે કટ પાસે સુરત ઓલપાડ જતાં રોડ ઉપર સાયકલનું પંચર બનાવવા માટે ગયો હતો અને ત્યાંથી સાઇકલ લઈ પરત રૂમ ઉપર આવી રહયો હતો. તે સમયે સિદ્ધનાથ એવેન્યુની સામે કટ પાસેથી પસાર થઈ રહયો હતો.
તે સમયે એક કન્ટેનર નંબર જીજે/12/બીટી/4250 નો ચાલક મંત્રી બાંકેલાલ બિંડ (રહે.ડીહિયા હેડરપુર, તા.સાહગંજ, યુપી) નાએ કન્ટેનર પૂરઝડપે હંકારી આવી સાઇકલને પાછળથી ટક્કર મારતા ક્રિશ્નાચંદ્ર સાહુ નીચે પટકાતાં તેમને શરીરે ગંભીર ઇજા પહોંચી હતી. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. બનાવ અંગે મૃતક યુવાનના ભાઈ કૈલાશે ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500