સુરતનાં બારડોલી તાલુકાનાં મોટી ફળોદ ગામે રહેતા પ્રેમી પંખીડાએ ઝેરી દવા પી લેવાની ઘટનામાં યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલી તાલુકાનાં મોટી ફળોદ ગામના નવા ફળિયામાં રહેતો કાર્તિક રાજુ હળપતિ (ઉ.વ.25) બાજુનાં જ નગોડ ગામની સગીરાને લગ્નની લાલચે ભગાડી ગયો હતો.
ત્યાર બાદ ગત તા.6 એપ્રિલનાં રોજ પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું હોય કાર્તિકે તેની પ્રેમિકા સાથે ઝેરી દવા પી લીધી હતી. જયારે દવા પીને જ બંને કામરેજ પોલીસ સ્ટેશન ગયા હતા જ્યાં બંનેની તબિયત લથડતા સારવાર માટે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વધુમાં પૂછપરછમાં બંનેએ ખેતરમાં નાખવાની ઘાસ મારવાની ઝેરી દવા પીધી હોવાનું જણાવ્યુ હતું. બંનેને વધુ સારવાર માટે સુરતની સિમ્મેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application