Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લોકશાહીને જીવંત રાખતા યુવા અને વયોવૃદ્ધ મતદારો

  • February 23, 2021 

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં જીવનના પ્રથમવાર મતદાનનો લ્હાવો લેતા યુવાઓનો ઉત્સાહ પણ અનેરો જોવા મળ્યો હતો. પાલ સ્થિત વેસ્ટર્ન સિટી એપાર્ટમેન્ટમાં રહેતી ૨૦ વર્ષીય દિવ્યા અશોકભાઈ કોટક પ્રથમવાર મતદાન કરવાં અડાજણની એલ.પી.સવાણી સ્કુલના મતદાન મથક પર પહોંચી ત્યારે ખુબ જ ખુશ હતી, કહે છે કે, ‘લોકશાહી દેશમાં મતદાન કરવું એ માત્ર આપણી ફરજ જ નથી, પરંતુ દેશના નાગરિક તરીકે જવાબદારી છે. જો પાંચ વર્ષમાં એક વાર મતદાનની ફરજ પણ ન અદા કરી શકીએ તો શિક્ષિત હોવાનો શો અર્થ

 

 

પ્રથમ વાર મતદાન કરવાથી અનેરો આનંદ થયો છે. અને હવે હું હરહંમેશ મતદાન કરીશ. મતાધિકારનો ઉપયોગ કરી દેશના વિકાસમાં ભાગીદાર બનવાનો આ અવસર છે’ આવા શબ્દોથી ઉમંગ અને ઊર્જાથી ભરેલી ૨૨ વર્ષીય પ્રિયાંશી ગઢિયાએ અન્ય મતદારોને પ્રેરણા પૂરી પાડી હતી.

 

 

 

સમ્રાટ કેમ્પસ અડાજણમાં પરિવાર સાથે રહેતી અને સ્કેટ એન્જિનિયરીંગ કોલેજમાં ઈલેક્ટ્રોનિક એન્ડ કમ્યુનિકેશનનો અભ્યાસ કરતી પ્રિયાંશી પિતા પ્રફુલભાઈ અને માતા રિતાબેન સાથે મતદાન કરવાં આવી હતી. તેણે જણાવ્યું કે, 'મોટી સંખ્યામાં મતદાન થાય એ જ દેશની જાગૃત્તિ કહી શકાય. હવે યુવાનો પણ મતદાન પ્રત્યે જાગૃત્ત બન્યાં છે. મેં મારી સોસાયટીમાં તેમજ સગાસંબંધીઓને એમ સૌને મતદાન કરવાંની અપીલ કરી હતી.

 

 

 

પ્રથમવાર મતદાન કરનાર ૧૮ વર્ષીય સલોની કોન્ડાળકર અડાજણના અલ્પેશનગરમાં રહે છે. તે કે.પી.કોમર્સ કોલેજમાં બી.કોમ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી છે. મતદાન કર્યા બાદ ખુશીભર્યો પ્રતિભાવ આપતા જણાવ્યું કે, આપણો એક-એક મત અતિ કિંમતી છે. જેને વેડફવાને બદલે લોકશાહીને મજબૂત કરવામાં ઉપયોગ કરીએ તે જ યથાયોગ્ય છે. ખાસ તો, દેશનું ભવિષ્ય એવા યુવા મતદારોએ લોકશાહીની ગરિમા ટકાવી રાખવા અવશ્ય મતદાન કરવું જ જોઈએ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application