સુરતના વેસુ વિસ્તારમાં કોસ્મેટિકની દુકાન ધરાવતા વેપારીને એક ઠગબાજ મહિલા અને ગઠિયો ભેટી ગયો હતો. બંનેએ ભેગા મળી વેપારીની દુકાનમાંથી કુલ ૧૩,૭૦૦/- રૂપિયાનો કોઇસ્મેટિક સરસમાનની ખરીદી કરી હતી. આ માલના પૈસા ઓનલાઇન ચૂકવવાનું કહી પૈસા પેટીએમ કરી સક્સેસફુલીનો સ્ક્રીનશોર્ટ બતાવી નીકળી ગયા હતા. જોકે, બાદમાં વેપારીને જાણ થઇ હતી કે પોતાના પેટીએમ ખાતામાં પૈસા આવ્યા નથી અને બંને ઠગબાજો ઠગાઇ કરી નીકળી ગયા છે. જેથી આખરે બાદમાં વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પીપલોદમાં રાજહંસ થિયેટરની પાછળ મિલાનો હાઇટ્સમાં રહેતા ૪૩ વર્ષીય રાજુભાઇ અરજણભાઇ મ્યાત્રા કોઇસ્મેટીકના વ્યવસાય સાથે સંકળાયેલા છે. વેસુમાં સિદ્ધિ વિનાયક મંદિર પાસે આવેલ એક્સ ઝોલ શોપર્સમાં તેઓ ફેટાસુઇ કલેક્શન નામથી દુકાન ધરાવે છે. ગત તારીખ ૨૭/૦૮/૨૦૨૧ના રોજ રાત્રે ૯.૨૦ વાગ્યાના અરસામાં એક મહિલા અને એક યુવક દુકાનમાં કોસ્મેટિક સામાનની ખરીદી કરવા માટે આવ્યા હતા. બંનેએ ભેગા મળી દુકાન માંથી કુલ ૧૩,૭૦૦/- રૂપિયાના સામાનની ખરીદી કરી હતી. આ ખરીદી બાદ તેઓએ પેમેન્ટ પેટીએમથી ચૂકવવાનું કહ્યું હતું, બાદમાં બંનેએ ૧૩,૭૦૦/- રૂપિયા રાજુભાઇને પેટીએમ કરવાની તેની સામે પ્રોસેસ કરી પેમેન્ટ સકસેસફુલી થયેલાનું બતાવી ખોટો મેસેજ મોકલી વિશ્વાસમાં લઇ શોપમાંથી સરસામાન લઇ નીકળી ગયા હતા. જોકે બાદમાં રાજુભાઇને જાણ થઇ હતી કે તેના ખાતામાં પૈસા આવ્યા નથી. જેથી તેઓએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે ઠગાઇનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500