Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પિપોદરા હાઇવે પરથી મહિલા 70 હજારના ગાંજા સાથે ઝડપાઈ

  • June 16, 2021 

સુરત જિલ્લા એસ.ઓ.જી પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે, માંગરોળ તાલુકાનાં પિપોદરા હાઇવે પરથી એક મહિલાને 7 કિલો ગાંજો કિમત રૂપિયા 70 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગાંજો આપનાર સુરતના એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો હતો. 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, એસ.ઓ.જી શાખાના માણસોને મળેલ બાતમીના આધરે, પીપોદરા ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર-48 પર મહાલક્ષ્મી સ્ટોનની સામેના ભાગે, મુબંઇથી અમદાવાદ જતા ટ્રેક પરથી એક મહિલા મદદનાબીબી મોહમદ મુવસ્લમ મોહમદ અબ્દુલ શેખ (રહે.અમદાવાદ) પાસેથી 7.027 ગ્રામ કુલ રૂપિયા 70,270/- ગાંજાના જથ્થા સાથે પકડી લીધી હતી તદ્દઉપરાંત મહિલા પાસેથી રોકડ રકમ અને મોબાઈલ મળી કુલ રૂપિયા 85,250/-નો મુદ્દામાલ જપ્ત કરી મહિલાની પૂછપરચ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, સુરતના કતારગામમાં રહેતો ગણેશ નામનો ઇસમ માલ આપ્યો હોય જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application