સુરતના પલસાણા તાલુકાના વાંકાનેડા ગામે પોતાના પરીવારથી અલગ એકલવાયુ જીવન જીવતા બેરોજગાર વ્રુધ્ધને આત્મહત્યા નિવારણ હેલ્પ લાઇનની મદદથી વૃદ્ધને નવુ જીવન મળ્યુ અને પોલીસે તેમને વૃદ્ધાશ્રમમાં મોકલી આપ્યા હતા.
બનાવની વિગત એવી છે કે, પલાસણા તાલુકાના વાકાનેડા ગામે રહેતા આત્મારામ દુગડુ ચૌધરી (ઉ.વ.63) જેઓ છેલ્લા 5 વર્ષથી તેમની પત્નિ તેમજ સંતાનોથી અગલ જીવન જીવતા હતા તેમજ પોતે બેરોજગાર હોવાથી તેમજ એકલવાયા જીવનથી કંટાળીને આત્મારામભાઈ ચૌધરીએ પોતે આત્મહત્યા કરવા માટે પ્રેરાયા હતા અને રેલ્વે નીચે પડી આત્મહત્યા કરવા માટે તેઓ ચલથાણ રેલ્વે સ્ટેશને ગયા હતા. ત્યાં તેઓએ આત્મહત્યા નિવારણ હેલ્પ લાઇનનુ બોર્ડ જોતા તેઓએ તે હેલ્પ લાઇન નંબર પર ફોન કર્યો હતો અને પોતે ચલથાણ રેલ્વે સ્ટેશન પર હોવાનુ જણાવ્યુ હતુ. જેને લઇ કડોદરા પોલીસની ટીમે તેમને ચલથાણ રેલ્વે સ્ટેશનથી કડોદરા જીઆઇડીસી પોલીસ મથકે લાવી પોલીસે તેમની સાથે આત્મીયતા કેળવીને તેઓને પુછતા આત્મારામભાઇએ પરીવાર સાથે જવાની ના પાડી દેતા પોલીસે તેમને ડીંડોલી સ્થીત વૃદ્ધાશ્રમમાં મોકલી આપ્યા હતા. આત્મહત્યા નીવારણ હેલ્પ લાઇનના બોર્ડે એક વ્રુધ્ધનો જીવ બચાવી લીધો હતો. ત્યારે લોકોમાં પણ આ હેલ્પલાઇન જાગૃતતા આવે તો આત્મારામ જેવા અનેક વૃદ્ધોને નવજીવન મળી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application