Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાયણથી કીમ સ્ટેશન વચ્ચે ઓવરબ્રિજની કામગીરીને ધ્યાને લેતા તા.૩૧ મે સુધી વાહનો પર પ્રતિબંધ

  • March 21, 2021 

સુરત જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રટ એસ.ડી.વસાવાએ એક જાહેરનામા દ્વારા સુરત જિલ્લામાં આવેલી માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર હસ્તકના સાહોલ-કીમ-માંડવી રોડના કી.મી. ૧૦/૪ પર કીમ ગામમાં આવેલી એલ.સી.નં.૧૫૮(સાયણથી કીમ સ્ટેશન વચ્ચે) પર આર.ઓ.બી. બાંધવાની કામગીરી શરૂ હોઈ, જેથી આ રસ્તા પરથી બન્ને તરફના વાહનોને તા.૩૧/૫/૨૦૨૧ સુધી પસાર થવા કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

 

 

આ સમય દરમિયાન ડાયવર્ઝન તરીકે નેશનલ હાઈવે નંબર-૪૮ થી આંબોલી થઈને કઠોર-વેલંજા-સાયણ-સાંધિયેર-ઓલપાડ-માસમા-સરોલી-સુરત રૂટ પર બંને તરફ જઈ શકશે. અન્ય વિકલ્પ તરીકે અંકલેશ્વર તથા આજુબાજુથી આવતા વાહનો નેશનલ હાઈવે-૪૮થી કોસંબા ચોકડીથી કોસંબા-ખરચ-પાંજરોલી-ઓભા-સાહોલ-કદરામા-ઓલપાડ-માસમા-સરોલી થઈ સુરત રૂટ પર બંને તરફ જઈ શકશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application