સુરતનાં પીપલોદમાં આવેલ એસએમસી આવાસમાં રહેતી યુવતીએ લગ્ન ન થતા હોવાથી હતાશ થઈ ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. જોકે આ ત્રણ બહેનો પૈકી મોટી બહેન અને નાની બહેનના લગ્ન થઈ ગયા હતા, જ્યારે શ્યામ વર્ણ હોવાથી યુવતીના લગ્ન ન થતા પગલું ભરી લીધું હતું. યુવતીએ આપઘાત પહેલા સ્યુસાઈડ નોટ પણ લખી હતી અને તેમાં તેણે લગ્ન થતા ન હોવાથી આપઘાત કરી રહી હોવાનો ઉલ્લેખ પણ કર્યો હતો. બનાવની વિગત એવી છે કે, પીપલોદ એસએમસી આવાસમાં રહેતા સુરેશભાઈ કનોજીયા લોન્ડ્રીના વ્યવસાય સાથે સંકળાયેલા છે.
જોકે તેમની 23 વર્ષીય પુત્રી પાયલ સસ્તા અનાજની દુકાનમાં કામ કરી પરિવારના ગુજરાનમાં મદદરૂપ થતી હતી. જયારે પાયલની મોટી બહેનના તેમજ તેનાથી નાની બહેનના લગ્ન થઈ ગયા હતા અને પાયલ શ્યામ વર્ણની હોવાથી તેના લગ્ન થયા ન હતા. જેથી કંટાળીને રવિવારે સવારે પાયલે પોતાના ઘરમાં ફાંસો ખાધો હતો. બનાવ અંગે ઉમરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી તેમજ પોલીસને પાયલે લખેલી એક સ્યુસાઈડ નોટ મળી હતી. જેમાં તેણે `મારા લગ્ન થતા ન હોવાથી જીંદગીથી કંટાળી ગઈ છું અને મારી મરજીથી આપઘાત કરૂ છુ પોલીસને બોલાવતા નહી` એવો પણ ઉલ્લેખ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application