કેન્દ્રીય સ્ટીલ અને ગ્રામ વિકાસ મંત્રી ફગ્ગનસિંહ કુલસ્તેએ સુરતના હજીરા સ્થિત આર્સેલર મિત્તલ સ્ટીલ પ્લાન્ટ પરિસરની મુલાકાત લીધી હતી, જ્યાં AMNS જેટી, AMNS પ્લેટ મેકિંગ પ્લાન્ટ, કોમ્પેક્ટ સ્ટ્રીપ પ્રોડક્શન મિલની સ્થળ મુલાકાત લઈને દૈનિક પ્રોડક્શનથી માહિતગાર થયાં હતાં. તેમણે મુલાકાત દરમિયાન કંપનીના અધિકારીઓ સાથે બેઠક પણ યોજીને કંપનીની કામગીરીથી માહિતગાર થયાં હતાં. મુલાકાતમાં AMNS સ્ટીલના સંતોષ મુંદડા(ED ઓપરેશન્સ), રાજીવ ભટનાગર(ED પ્રોજેક્ટ્સ), અનિલ મટુ (એચ.આર.અને એડમિન હેડ) અને સંબંધિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application