Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ફાર્મ હાઉસનાં દીવાલમાં બાકોરું પાડી અજાણ્યા તસ્કરો 44 હજારના સામાનની ચોરી કરી ફરાર

  • July 03, 2021 

સુરત જિલ્લાના કામરેજ ખાતે આવેલ સત્યમ નગરની બાજુમાં આવેલ એક ફાર્મ હાઉસને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. દીવાલમાં બાકોરું પાડી અજાણ્યા તસ્કરો ફાર્મ હાઉસમાં પ્રવેશ કર્યો  હતો અને મકાનમાંથી પંખા, બલ્બ, સબમર્શિબલ પંપ, જનરેટર, ખેતીના સાધનો મળી કુલ રૂપિયા 44,150/-ની ચોરી કરી ભાગી ગયા હતા.

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કામરેજ તાલુકાનાં નવાગામ ખાતે રહેતા કાંતિભાઈ કેશવભાઈ પટેલનું કામરેજ ખાતે આવેલ સત્યમનગરની બાજુમાં બ્લોક નંબર 342 વાળી જમીનમાં માતૃશ્રી નામનું ફાર્મ હાઉસ આવેલ છે. જે ફાર્મ હાઉસમાં મેનેજર તરીકે કુલદીપ રમેશભાઈ મારકણા નાઓ નોકરી કરે છે. રાત્રિ દરમ્યાન આ ફાર્મ હાઉસને કોઈ અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને કમ્પાઉન્ડની દીવાલ તોડી અંદરપ્રવેશ કરી અજાણ્યા તસ્કરો મકાનમાંથી સબમર્શિબલ પંપ નંગ-2, જનરેટર નં-1, સીલિંગ ફેન-2, વોલફેન-2, બલ્બ-5, પાવડા-3, ત્રિકમ-2, ધારિયા-4, તગારા-5 તેમજ અન્ય ચીજ વસ્તુઓ મળી કુલ રૂપિયા 44,150/-ની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. બનાવ અંગે કામરેજ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application