સુરતના ડિંડોલી ઓમનગર મકાન નંબર-2018/19નાં હર્ષ બંગ્લોઝમાં પત્ની તનુજાબેન અને માતા રજનીબેન સાથે રહેતા 66 વર્ષીય આનંદભાઈ ભાલચન્દ્ર પાટકર બીએસએનએલના નિવૃત કર્મચારી છે. તેમણી માતા પુત્રીને ત્યાં નાસીક ગયા હતા જેથી આનંદભાઈ અને તેમના પત્ની પણ વડોદરામાં રહેતા પુત્ર ભૂષણને ત્યાં ગયા હતા. તે દરમિયાન સવારે આનંદભાઈના ઘરની સામે રહેતા નિલેશભાઈએ ફોન કરી ઘરમાં ચોરી થયાની જાણ કરતા આનંદભાઈ પુત્ર સાથે સુરત દોડી આવ્યા હતા. તેમની ગેરહાજરીમાં અજાણ્યા તસ્કરો એ ગ્રીલ અને મુખ્ય દરવાજાના નકુચા કાપી ઘરમાં પ્રવેશ્યા હતા અને ઉપરના માળે મુકેલા લાકડા અને લોખંડના કબાટના દરવાજા તોડી ચોરી કરી હતી.
અજાણ્યા તસ્કરો એ કબાટમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા 2.50 લાખ મળી કુલ રૂપિયા 7,42,877/-ની ચોરી તો કરી જ હતી પરંતુ સાથો-સાથ આનંદભાઈની માતા રજનીબેનની સહી કરેલા બે કોરા ચેકની પણ ચોરી કરી ગયા હતા.
આ બનાવ અંગે આનંદભાઈએ ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીઆઈ એમ.એલ.સાલુંકેએ વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500