Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટ્રકે અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાતા બે યુવકને ગંભીર ઈજા

  • March 13, 2021 

સુરત જીલ્લાના કડોદરા ખાતે મોપેડ લઈને નીકળેલા ચલથાણ ગામના બે યુવકોને પાછળથી ટ્રકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બન્ને યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

 

 

 

કડોદરા ચોકડીથી પાસેથી પસાર થતા ચલથાણ ગામના બે યુવકો જીજે/05/એચએમ/1725 નંબરનું મોપેડ લઈને નીકળેલા હતા. તે સમય દરમિયાન કડોદરા ચોકડીથી આગળ આવેલ મેકડોનાલ પાસેની કટ ઉપર મોપેડને પાછળથી પુરઝડપે આવી રહેલા ટ્રકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.

 

 

 

આ અકસ્માતમાં બન્ને યુવકોને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી આસપાસના સ્થાનિ લોકોએ ભેગા થઈ નજીકની હોસ્પિટલ ખાતે બન્ને યુવકોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત થતા લોકોએ યુવકો ક્યાંના હોવાની તપાસ કરતા બન્ને યુવકો ચલથાણ ગામના હોવાનું માલુમ પડ્યું હતું. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application