સુરત જીલ્લાના માંગરોળ તાલુકાના કોસંબા રેલ્વે ફાટક ઓવરબ્રિજ નજીકથી નંદાવ ગામના બે યુવકો મો.સા લઈને પસાર થતાં હતા ત્યારે એક ટ્રકે આ મો.સાને અડફેટે લેતા મો.સા ઉપર સવાર બંને યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા.
સુરત જીલ્લાના માંગરોળ તાલુકાના નંદાવ ગામે રહેતા 35 વર્ષીય યુવક ગિરીશભાઈ છનાભાઇ વસાવા તેમજ હરેન્દ્રભાઈ કનુભાઈ પટેલ (ઉ.વ.35) નાઓ બાઈક ઉપર કીમ ગામે ગિરીશના સાસરે આવ્યા હતા. ત્યાંથી બીક લઈ પરત નંદાવ જવા નીકળ્યા હતા.
તે સમય દરમિયાન માંગરોળ તાલુકાનાં કોસંબા રેલ્વે ફાટક ઓવર બ્રિજ નજીક નેશાલ હાઈવે-48 ઉપર પૂરઝડપે પસાર થતી ટ્રકે બાઈકને અડફેટમાં લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને યુવકોનો ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યાં હતા. આ બનાવ અંગે કોસંબા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500