Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

શોપમાં ઘુસી બે ઈસમો એ ચપ્પુ વડે વેપારી પર હુમલો કર્યો

  • February 03, 2021 

સુરતના પરવત પાટીયા ચોર્યાસી ડેરીની સામે બપોરે બે માથાભારે તત્વોએ સિગારેટ ખરીદવાના બહાને ટોબેકો શોપમાં ઘુસી વેપારી ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. બાદમાં વેપારીનું મોઢું દબાવી કાઉન્ટર ખોલવા પ્રયાસ કરતા વેપારીએ ધક્કો મારી બહાર દોડી બુમાબુમ કરતા બંને ફરાર થઈ ગયા હતા.

 

 

 

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ રાજસ્થાનના વતની અને સુરતમાં લીંબાયત ડુંભાલ ફાયર સ્ટેશનની સામે વાટિકા ટાઉનશીપ ફ્લેટ નં.કે/402માં રહેતા જગદીશચંદ્ર ગીસુલાલ નૌલખા(ઉ.વ.43) પરવત પાટીયા ચોર્યાસી ડેરીની સામે જયભિક્ષુ ટોબેકો એન્ડ જનરલ સ્ટોરના નામે દુકાન ધરાવે છે.

 

 

 

બપોરે ત્રણ વાગ્યે તે દુકાને હાજર હતા ત્યારે અગાઉ મફતમાં સિગારેટ લેવા આવેલો અને ઝઘડો કરી ગયેલો એક યુવાન અન્ય એક યુવાન સાથે દુકાને આવ્યો હતો. સો પેકેટ ગોલ્ડ ફ્લેક તથા વીસ પેકેટ ફોર સ્કવેયર સીગારેટનાં તથા એક વિમલનો કટ્ટો જોઇએ છે તેમ કહી બંને દુકાનમાં ઘુસી ગયા હતા. બંનેએ જગદીશચંદ્રને ધક્કો મારી નીચે પાડી દઇ પોતાની પાસેના ચપ્પુ કાઢી મારતા જગદીશચંદ્રને બંને હાથની આંગળીઓ ઉપર, ચહેરા ઉપર જમણી બાજુ ગાલમાં, પેટની ડાબી બાજુ તથા ડાબા હાથની કોણીનાં ભાગે ઇજાઓ થઈ હતી.

 

 

 

ત્યાર બાદ એકે ઝપાઝપી કરી તેમનું મોઢુ દબાવી પકડી રાખ્યું હતું અને બીજાએ દુકાનનાં અલગ અલગ કાઉન્ટર ખોલવાની કોશીષ કરતા જગદીશચંદ્ર પોતાને પકડી રાખનારને ધક્કો મારી દુકાનની બહાર દોડી ગયા હતા અને જોરજોરથી બુમાબુમ કરતા બંને ભાગી ગયા હતા. ઈજાગ્રસ્ત જગદીશચંદ્રને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યારબાદ પોલીસે તેમની ફરિયાદના આધારે લૂંટના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application