સુરત શહેરના પલસાણાના તાતીથેયા ખાતે રહેતા યુવકો માટે ધુળેટીનો તહેવાર એક દુઃખદ ઘટના બનીને રહી ગયો હતો. ધુળેટીની ઉજવણી કરવા ગયેલા યુવકો ચલથાણ ખાતે ખોદાયેલા નવા તળાવમાં નાહવા પડેલા પાંચ યુવકોમાંથી બે યુવાનો ડૂબી જતાં મોત નીપજ્યું હતું. ફાયર-બ્રિગેડને કોલ કરતા ઘટના સ્થળે પહોંચેલી ફાયરે બંને સગીરોની બે કલાકની જહેમત બાદ લાશ કિનારે કાઢી હતી. બંને યુવકોને ચલથાણની ખાનગી હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજના રાખવામાં આવ્યા હતા.
ધુળેટીની ઉજવણી કરવા ચલથાણની બાજુમાં આવેલ તાંતીથૈયા ગામની મનમંદિર સોસાયટીમાં રહેતાં પાંચ પરપ્રાંતી યુવકો ક્રિષ્ના શ્રીભુવન ગુપ્તા (ઉ.વ 17,રહે.બાલાજી ગ્રીન સીટી કડોદરા,સચિન), રામચરણ સિંહ (ઉ.વ.17,બાલાજી ગ્રીન સીટી કડોદરા), સત્યમ માલી (ઉ.વ.17,રહે.પ્રિયકા ગ્રીન સીટી કડોદરા), સૌરભ રોય (ઉ.વ 17,રહે.રાજમંદિર તાંતીથૈયા) તથા એક યુવાન એમ 5 સગીરો તળાવમાં નાહવા પડ્યા હતા. જે પૈકી સત્યમ માલી અને સૌરભ રોય બંને તળાવના ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. જે જોઈ બાકીના ત્રણેય યુવાનો કિનારે આવી બુમાબુમ કરતા ઘટનાની જાણ ચલથાણ ગ્રામજનોને થઈ હતી.
આ બનવા અંગે તાત્કાલિક ફાયર-બ્રિગેડને જાણ કરાતા ફાયર-બ્રિગેડની ટીમ ઘટના સ્થળે જઈને બે સગીરોની લાશ બહાર કાઢી હતી. પલસાણા તાલુકાના ચલથાણ ગામે બ્લોક નંબર-93 વાળી સરકારી જમીન પર આજ વર્ષે 5 વીંઘા જેટલી જગ્યાના તળાવ ખોદવામાં આવ્યું હતું જેમાં તળાવ ખોદકામ દરમીયાન વ્હેણ ફૂટવાના કારણે તળાવમાં 10 ફૂટ જેટલું પાણી ભરાય ગયું હતું.
કડોદરા પોલિસને આ ઘટનાની જાણ થતાં પોલિસ ઘટના સ્થળે આવી બંને યુવકોના મૃતદેહનો કબ્જો લઈ ચલથાણ ખાતે સંજીવની હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજના રાખવામાં આવ્યા હતા. કડોદરા પોલિસ અકસ્માત મોતનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500