રાંદેર ચોકસીવાડી પાસે ક્રષ્ણનગર સોસાયટીમાં આવેલા અભિનંદન ઓટો મોબાઈલ્સની દુકાનમાં સાંજે ક્રાઈમ બ્રાન્ચે રેડ પાડી મોબાઈલમાં ડ્રિમ એક્ષચેન્જ નામની વેબસાઈડમાં ઓસ્ટ્રેલીયામાં ચાલી રહેલ બિગબેસ સીરીજની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા બે જણાને ઝડપી પાડ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે ઝડપાયેલા સટોડિયાઓ પાસેથી રોક઼ડા ૧.૫૦ લાખ અને મોબાઈલ મળી કુલ રૂપિયા ૧.૬૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા મુજબ સ્ટાફના માણસોએ સાંજે મળેલી બાતમીના આધારે રાંદેર ચોકસીવાડી પાસે ક્રષ્ણનગર સોસાયટીમાં મકાન નં.ડી-૧ના પહેલા માળે અભિનંદન ઓટો મોબાઈલ્સમાં રેડ પાડી હતી. તપાસ દરમિયાન હરનીશ હર્ષદકુમાર શાહ(ઉ.વ.૨૮.રહે, સીલીકોન-લકઝરીયા,પાલમગામ) અને મલ્હાર પ્રફુલ ઠાકોર (ઉ.વ.૨૫.રહે, અંજનીવીલા-સોસાયટી,જહાંગીરપુરા) મોબાઈલમાં ડ્રિમ એક્ષચેન્જ નામની વેબસાઈટમાં આરએફ૯ નામની આઈડી મારફતે ઓસ્ટ્રેલીયામાં ચાલી રહેલ એડીલેટ સ્ટાઈકર અને મેરબોન રેની ગેટ્સ ટીમ વચ્ચે રમાતી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા ઝડપાયા હતા. ક્રાઈમ બ્રાન્ચે બંને સટોડિયાઓ પાસેથી રોકડા ૧,૫૦,૦૦૦ અને સેમસંગનો મોબાઈલ મળી કુલ રૂપિયા ૧,૬૨,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પુછપરછમાં સટોડિયાઓ ઓનલાઈન જે ડ્રિમ એક્ષચેન્જ નામની વેબસાઈટથી સટ્ટો રમાડતા હતા તે પિન્ટુ સિધ્ધપુર ઉર્ફે પિન્ટુ પાટણે બનાવી હોવાનુ બહાર આવતા તેને વોન્ટેડ બતાવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500