સુરતનાં પલસાણા તાલુકામાંથી પસાર થતાં નેશનલ હાઇવે ઉપર શેરડી ભરેલી બે ટ્રક કડોદરા અને વડદલા ખાતે પલ્ટી મારતા હાઇવે ઉપર ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, રાત્રીના સમયે પલસાણાનાં પૂણી ગામેથી શેરડી ભરીને એક ટ્રક નંબર જીજે/03/વી/7468 ચલથાણ સુગર ફેક્ટરી તરફ આવી રહી હતી તે સમયે નેશનલ હાઈવે નંબર-48 ઉપર વડદલા ગામના પાટિયા પાસે ટ્રકની કમાનનો ગુટકો તૂટી જતા ટ્રક એક તરફ નમી જતા ટ્રક ઉભી રાખી હતી અને ટ્રક ડ્રાઈવર કઈ સમજે તે પહેલા જ ટ્રકમાં રહેલી શેરડીના વજનને કારણે ટ્રક પલ્ટી મારી ગઈ હતી.જ્યારે બીજા બનાવમાં માંડવી તરસાડાથી શેરડી ભરીને એક ટ્રક નંબર જીજે/16/ટી/9450 શેરડી ભરીને ચલથાણ સુગર ફેક્ટરી તરફ આવી રહી હતી તે સમયે નેશનલ હાઈવે નંબર-48 ઉપર કડોદરા અરિહંત પાર્કની સામે પુરઝડપે આવતી ઇકો કારને બચાવવા જતા શેરડી ભરેલી ટ્રક પલ્ટી ગઈ હતી. જોકે બંને અકસ્માત સર્જાતા હાઇવે ઉપર ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. જ્યારે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ પોલીસને થતાં જામ થયેલા ટ્રાફિક ભારણને હળવું કરવાની કામગીરી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application