કોસંબા પોલીસની હદ માંથી ફરી એક વાર બાઈકર્સે વેપારીનાં ટેમ્પોને નિશાન બનાવ્યો હતો. કિમ ખાતે રહેતા ગૌતમ પ્રકાશ શાહ પર્લેજીની એજન્સી ધરાવતા હોય સાંજે પોતાનો ટેમ્પો નંબર જીજે/05/બીજે/8635 લઈ કિમ ચોકડી તરફ ડીલીવરી કરવા જઈ રહ્યા હતા. ત્યારે કોઈ જાણકારે ટેમ્પાનાં ટાયરને તીક્ષણ હથિયાર દ્વારા ઈરાદા પૂર્વક ઘા મારી ટાયર પંચર પડી દીધું હતું. પંચર બનાવવા માટે મોટા બોરસરાની નજીકમાં આવેલા એસ્સાર પંપ નજીક પંચરની દુકાન તરફ ટેમ્પો ઉભો રાખ્યો હતો.
તે સમયે પીછો કરીને આવી રહેલા બે અજાણ્યા ઈસમો બાઈક ઉપર આવી ટેમ્પોનાં આગળનો કાચ તોડી નાખી કલેક્શનનાં મુકેલા 2 લાખ રોકડા ભરેલ બેગ લઈ અંધારામાં જી.આઈ.ડી.સી માં ભાગી છુટ્યા હતા. આ રસ્તા પર લોકોની અવર-જવરથી ઘમઘમતા વિસ્તારમાં ગણતરીની મીનીટીમો ઘટનાને અંજામ આપી ભાગી છુટેલા બાઈકર્સની હરકતનાં પગલે ડર ફેલાઈ ગયો હતો. સ્થાનિક પોલીસે દ્વારા રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ હાથ ધરી આવા તત્વવોને ઝબ્બે કરવાની માંગ સાથે વેપારી આલમે કિમ તેમજ જી.આઈ.ડી.સી વિસ્તારમાં વધતા બનાવમાં પગલે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘણા અંગે કોસંબા પોલીસે બાઈકર્સને ઝડપી પાડવા માટે કામગીરી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application