Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટેમ્પો માંથી 3 લાખના દારૂ સાથે બે ઈસમો ઝડપાયા

  • February 10, 2021 

પલસાણા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમયે મળતી બાતમીના આધારે, એક સફેદ કલરનો ટેમ્પો નંબર જીજે/09/એવી/3011માં દારૂનો મોટો જથ્થો ભરી નવસારી તરફથી પલસાણા તરફ આવી રહ્યો છે. જેના આધારે પલસાણા પોલીસે હાઈવે પર વોચ ગોઠવી બાતમીવાળા ટેમ્પાને ઝડપી પાડી ટેમ્પાની તપાસ હાથ ધરતા ખાલી કેરેટની આડમાં ચોરખાનું બનાવી તેમાં સંતાડેલ વિદેશી દારૂની 624 બોટલો  મળી આવી હતી જેની કીંમત રૂપિયા 3,20,400/- હતી તેમજ ટેમ્પો તથા 2 નંગ મોબઈલ મળી કુલ રૂપિયા 5,31,400/- મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો.

 

 

ત્યારબાદ પોલીસે ટેમ્પો ચાલક અરવિંદ શંકર વળદે(રહે.અમદાવાદ) અને ક્લીનર અંગદ છોટેલાલ યાદવ બંનેને ઝડપી પાડી પોલીસે આ ગુનામાં સામેલ તોતાસિંગ નરોડને વોન્ડેટ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.      


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application