સુરત જીલ્લાના ઓલપાડ તાલુકાનાં સાયણ ગામની સીમમાં શેરડી ભરીને રહેલ સુગરનું ટ્રેક્ટર સાયણ વેલંજા રોડ ઉપર જમણા કાંઠાની નહેર નજીક ટ્રેકર અને ટ્રેલર ખાડામાં ઉતરી ગયું હતું. જેમાં ચાલક અને અન્ય એક ઈસમ શેરડી નીચે દબાઈ જતાં તેનું મોત નીપજયું હતું.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઓલપાડ તાલુકાનાં સાયણ ગામની સીમમાં વેલંજાથી સાયણ જતાં રોડ ઉપર સાયણ સુગર ફેકટરીનું એક ટ્રેકટર નંબર જીજે/05/સી/9141 તથા ટ્રેલરમાં શેરડી ભરીને ટ્રેકટરનો ચાલક યાકુબભાઈ ઊખરડાભાઈ ગાંગુડા તથા મહેશભાઇ રમણભાઈ પવાર નાઓ ટ્રેકટરમાં શેરડી ભરી વેલંજા તરફથી સાયણ તરફ જતાં હતા.
તે સમય દરમિયાન કાકરાપાર જમણાકાંઠાની કેનાલ નજીક યાકુબે શેરડી ભરેલા ટ્રેકટરના સ્ટેયરિંગ ઉપરથી કાબૂ ગુમાવતાં ટ્રેક્ટર નહેરની બાજુમાં આવેલ ખાડામાં ઉતરી ગયું હતું. જેને લઈ ટ્રેકટરના પાછળના ભાગનું ટ્રેલર ઊંચું થઈ જતાં તેમાં ભરેલ શેરડી ટ્રેકટર ઉપર પડતાં મહેશ અને યાકુબ શેરડી નીચે દબાઈ જતાં બંનેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું.
આ બનાવ અંગે ઓલપાડ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500