સુરત શહેરનાં પલસાણા તાલુકાના નિયોલ ગામે પ્રાથમિક શાળાની પાછળ હરિજન વાસમાં રહેતા જતીનભાઈ જીવનભાઈ સોલંકીના ઘર આંગણે મૂકેલી બજાજ પ્લસર 220 મોટરસાઇકલ નંબર જીજે/ 19/એડી/6704 જેની કિંમત આશરે 30 હજાર તેમજ આ જ ફળિયામાં રહેતા સમીરભાઈ નરોત્તમભાઈ સોલંકીની સિલ્વર રંગની યામહા આર-15 નંબર જીજે/05/એજી/5409 જેની કિંમત આશરે 50 હજાર એમ જ રાતમાં બંને મોટરસાઇકલ એક જ વિસ્તારમાંથી ચોરાઈ ગઈ હતી. બંને મોટરસાઈકલની કીંમત રૂપિયા 80 હજારની હતી.
આ ઘટના અંગે જીવણભાઈ સોલંકીએ કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application