Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પલસાણા તાલુકામાં બે મેડિકલ ઓફિસરો કોરોના સંક્રમિત

  • March 22, 2021 

સુરત જીલ્લાના પલસાણા તાલુકાનાં કણાવ અને ગંગાધરા પી.એચ.સીના બે મેડિકલ ઑફિસરો કોરોનાની સંક્રમિત થયા છે. તો બીજી તરફ ગામે ગામ ટેસ્ટિંગ માટે ફરતા ધનવંતરી રથ ગાંગપુર ગામે પહોંચતા અંહી પણ રેપિડ ટેસ્ટમાં એક સાથે મોટી સંખ્યામાં લોકો પોઝિટિવ થયા હોવાનું જાણવા મળ્યું છે.

 

 

 

 

પલસાણા તાલુકાનાં આરોગ્ય વિભાગના ગંગાધરા પી.એચ.સી પર ફરજ બજાવતા મેડિકલ ઓફિસર ડો. પુનમબેન વળવી તથા કણાવ પી.એચ.સી પર ફરજ બજાવતા ડો.મધુ ઇજના મોરે કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે. આ બંને ઓફિસરોએ સ્વાભાવિક કોરોના ફ્રન્ટ વોરિયર તરીકે વેક્સિનના ડોઝ લીધા હોવા છતાં પણ પોઝિટિવ થયા છે. તો બીજી તરફ પલસાણા તાલુકાનાં ગાંગપુર ખાતે ટેસ્ટિંગ માટે ધનવંતરી રથ પહોંચતા રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જ્યાં એકી સાથે મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ દર્દીઓ જોવા મળ્યા હતા. જેને લઈ હાલ પલસાણામાં ભયનો માહોલ જોવા મળી રહયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application