Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોલસાનાં ગોડાઉનનાં પતરાનાં શેડ ઉપર ચઢેલ બે મજુરો નીચે પટકાતા ઈજાગ્રસ્ત

  • May 23, 2022 

સુરત જિલ્લાનાં કડોદરા પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલ જય ભારત ડાંઈગ એન્ડ પ્રિન્ટિંગ મિલમાં ગત તા.18 મે નારોજ સવારનાં 10 વાગ્યાના અરસમાં છોટેલાલ ગુલાબભાઈ રાય (ઉ.વ.33) તેમજ ઉજવલ શ્રીલાલ મિશ્રા (ઉ.વ.25) (બંને રહે.અમરોલી) નાઓ મિલમાં કોલસાના ગોડાઉનના પતરાના શેડ ઉપર ચઢ્યા હતા તે દરમિયાન સેફટી બેલ્ટની હુક લગાવતી વખતે એકાએક બંને નીચે પટકાયા હતા.



જેમાં છોટેલાલને કમરના ભાગે ઘસરકા સાથે ઇજા થઇ હતી તેમજ ઉજ્જવલ મિશ્રાને ડાબા હાથે ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું છે જયારે બંને મજૂરોને હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે જોકે, દર વર્ષે ચોમાસા પહેલા કડોદરાની આસપાસની મિલોમાં પતરા સાફ સફાઈ દરમિયાન મજૂરો પટકાવવાની ઘટનાઓ સામે આવે છે છતાં તંત્ર દ્વારા આજસુધી નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. બનાવ અંગે કડોદરા પોલીસે આ મામલે ફક્ત જાણવા જોગ ફરિયાદ લીધી હોવાનું જાણવા મળ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application