પાંડેસરાની જીવનદીપ સોસાયટીમાં રહેતા અનંત ઉર્ફે ડી.એમ.વિષ્ણુ પાંડે(ઉ.વ.19)નો તા.31 ડિસેમ્બરના રોજ બર્થ-ડે હોવાથી તેના મિત્ર હાર્દિક અનિલ ગવલી(ઉ.વ.20, રહે.ગોકુલધામ સોસાયટી,પાંડેસરા રોડ) સાથે તેઓ આર્વિભાવ સોસાયટી ખાતે જઇ રહ્યા હતા. આર્વિભાવ સોસાયટીમાં હાર્દિકના માસીના દીકરા મુકેશ સાથે કેક કાપી ઉજવણી કરવાના હતા. પરંતુ રસ્તામાં હાર્દિક અને અનંતને કૃણાલ નાહક(રહે.વૃંદાવન સોસાયટી,પાંડેસરા) મળ્યો હતો અને તેણે અનંત પાસે બર્થ-ડે પાર્ટી માંગી હતી. પરંતુ અનંતે મારી પાસે પૈસા નથી એમ કહેતા કૃણાલે અનંતનો મોબાઇલ લઇ લીધો હતો અને પાર્ટી આપશે ત્યારે મોબાઇલ આપીશ એમ કહી ચાલ્યો ગયો હતો.
તે સમય દરમિયાન હાર્દિકનાભાઇ મનોજ ઉર્ફે મનીયાએ બર્થ-ડે વીશ કરવા અનંતને ફોન કરતા કૃણાલે રિસીવ કર્યો હતો. ત્યારબાદ બંને વચ્ચે વાતચીતમાં, તું કોણ બોલે છે એમ કહેતા ઝઘડો થયો હતો. કૃણાલે મનોજને એલઆઇજી કવાટર્સના પંચવટી બિલ્ડીંગમાં બોલાવી મનોજને માર માર્યો હતો. પરંતુ હાર્દિક અને અનંતે મનોજને બચાવી લીધો હતો અને કૃણાલે મનોજ કે હાર્દિક હવે પંચવટીમાં દેખાશે તો જીવતા છોડીશું નહીં તેવી ધમકી આપી હતી. જ્યારે રાત્રે હાર્દિક અને અનંત પંચવટીમાં ગયા હતા ત્યારે કૃણાલ અને તેનો મિત્ર અમિત નાહક તથા વિશાલ ધીરૂભાઇ પટેલ(રહે.આર્વિભાવ સોસાયટી,પાંડેસરા)એ છરા વડે હાર્દિક પર હુમલો કરી ગળા, છાતી, હાથ અને પીઠના ભાગે અને હાર્દિકને બચાવવા જતા તેને પણ હાથમાં ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ બુમાબુમ થતા કૃણાલ અને તેના મિત્રો ભાગી ગયા હતા.
હાર્દિકની હાલત ગંભીર થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના અંગે પાંડેસરા પોલીસએ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500