સુરતના લિંબાયતના નીલગીરી રોડ પર પાર્ક કરેલ ટેમ્પો સાથે કોલમાં જઈ રહેલી 108 એમ્બ્યુલન્સ ભટકાઇ હતી જેમાં પાયલોટ અને ઈએમટીને ઈજા થતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ, ગતરોજ મોડી રાત્રે ગોડાદરા લોકેશનની 108ને કોલ મળ્યો હતો કે, ગોડાદરા વિસ્તારમાં મહિલાને પ્રસ્તુતિની પીડા થાય છે જેથી તરત ગોડાદરા લોકેશનની 108ના પાયલોટ રણજીતભાઈ ચૌધરી (ઉ.વ.34) અને ઇએમટી ગોપાલ બલદાણીયા (ઉ.વ.32) સાથે ગોડાદરા વિસ્તારમાં કોલમાં જઈ રહ્યા હતા. તે સમયે લિંબાયતમાં નિલગીરી પાસે મહારાણા પ્રતાપ ચોક પાસે એમ.ડી.માર્ક નજીક રોડ પર પાર્ક કરેલા ટેમ્પા સાથે 108 એમ્બ્યુલન્સ અથડાતા અકસ્માત સર્જાયો હતો.
જેમાં પાયલોટ અને ઈએમટીને ઇજા થતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે ફાયરબ્રિગેડને જાણ થતા તુરંત ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી. જોકે, ટેમ્પો નો-પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલો હોવાથી અકસ્માત સર્જાયો હોવાનું 108ના ઓફિસરે કહ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500