સુરત જિલ્લા એસઓજી પોલીસની ટીમે બાતમીના આધારે માંગરોળ તાલુકાનાં ધામડોદ ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર-48 પર એક બાઇક ઉપર પસાર થઈ રહેલ 2 ઇસમોને અટકાવી તેમની પાસેથી દેશી હાથ બનાવટની પિસ્તોલ તેમજ જીવતા કારતૂસ ઝડપી પાડ્યા હતા. જ્યારે આ ગુનામાં સંડોવાયેલ એક વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લા એસઓજી પોલીસની ટીમ માંગરોળ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બાતમી મળતા પોલીસે ધામડોદ ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર-48 ઉપર વોચ ગોઠવી હતી. તે સમયે એક પલ્સર બાઇક નંબર જીજે/05/ઇટી/5499 ઉપર 2 ઈસમો આવતા તેમને અટકાવ્યા હતા અને બંનેની તપાસ હાથ ધરતા તેમની પાસેથી 5 હજારની કિંમતની દેશી હાથ બનાવટની પિસ્તોલ તેમજ એક નંગ જીવતો કારતૂસ મળી આવ્યો હતો. પોલીસે આ બંને ઈસમો સચીન ઉર્ફે સની સુનિલ વારલેકર અને અનુજ રાજકિશોર પ્રસાદ (બંને રહે.સાયણ) ના ઓને ઝડપી પાડ્યા હતા અને તેમની પૂછપરછ કરતા આ બંને ઈસમો પૈકી અનુજ પ્રસાદ જે દેશી પિસ્તોલ લાવી ઊંચી કિંમત મેળવી પૈસા કમાવવા માટે આ પિસ્તોલ અન્યને વેચતા હતા અને તેઓ પ્રદ્યુમન રામબચન પ્રસાદ પાસેથી પિસ્તોલ ખરીદી હતી જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application