સુરત શહેરના પોલીસ કમિશનર અજય તોમરે એક જાહેરનામા દ્વારા પોલીસ કમિશનર હકુમત હેઠળના સમગ્ર શહેરી વિસ્તારમાં આવેલા મકાન, હોટલ, લોજ, બોર્ડીગ કે ગેસ્ટ હાઉસોમાં બહારના રાજય કે દેશ બહારથી આવતા વિદેશીઓને માલિકો ભાડેથી આપે ત્યારે તેની જાણ ૨૪ કલાકમાં સંબંધિત પોલીસ સ્ટેશનમાં આપવાનો હુકમ કર્યો છે.
જે અંતર્ગત હોટલ, લોજ કે બોર્ડીગમાં વિદેશી નાગરિક આવે ત્યારે તેના પાસપોર્ટ, વિઝા અને ભારતમાં આવ્યા અંગેની ડિટેઈલ કોપી સહિત લેવી. વિદેશી નાગરિક તરીકે નોધણી કરાવેલ હોય તો રેસિડેન્સીયલ પરમિટની કોપી મેળવીને રેકર્ડમાં રાખવી. વિદેશી વિઝીટરનું બુકીગ કરાવનારના નામ,સરનામા, ટેલિફોન સહિતના નક્કર પુરાવા મેળવવા.
સુરત શહેરમાં કઇ જગ્યાએ કયા કામ માટે કોને-કોને મળવાના છે? કેટલો સમય રોકાવાના છે? તેની સંપૂર્ણ વિગત મેળવવી. કોઇ પણ મુસાફરની શંકાસ્પદ હિલચાલ જણાયેથી તાત્કાલિક પોલીસને જાણ કરવી. માલિકોએ સી.સી. ટી.વી. કેમેરાની વ્યવસ્થા રાખવી અને તેનું રેકોર્ડીગના બેકઅપ ત્રણ માસ સુધી રાખવાના રહેશે. આવા ગેસ્ટ હાઉસમાં રોકાણ માટે આવતા મુસાફરો જે વાહનમાં આવે તે વાહનનો પ્રકાર, રજિસ્ટ્રેશન નંબર, રજિસ્ટરમાં નોધવાનો રહેશે. જે પબ્લીક ટ્રાન્સપોર્ટમાં આવેલ હોય તો તે મુજબ તથા તેના મોબાઈલ નંબર રજિસ્ટરમાં નોધ કરવાની રહેશે. આ જાહેરનામું તા.૦૧/૦૮/૨૦૨૧ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500