સુરતના સરથાણા વ્રજચોક રાજ ઈમ્પીરીયલ પાસે પાનના ગલ્લા પાસેથી સાંજે પીસીબીએ મોબાઈલ ફોનમાંમાં ડાયમંડ નામની એપ્લીકેશન દ્વારા ક્રિકેટ, ટેનીસ, પોકર, તીનપત્તી જેવી ગેઇમ ઉપર સટ્ટો રમાડતા ત્રણને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂપિયા 91 હજાર, ત્રણ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 1.39 લાખનો મુદ્દામાલ કબજે કર્યોહતો. જયારે આઈડી બનાવનાર બેને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી.
પીસીબી પાસેથી મળેલી બાતમીના આધારે, સાંજે સરથાણા વ્રજચોક રાજ ઈમ્પીરીયલ પાસે ક્રિષ્ણા પાનના ગલ્લા પાસેથી મોબાઈલ ફોનમાં ઓનલાઈન સટ્ટો રમતા-રમાડતા રાજેશ રમેશભાઇ તેજાણી(ઉ.વ.30,રહે.પુણાગામ,સુરત), શુભમ હર્ષદભાઇ ધોરાજીયા(ઉ.વ.19,રહે.મોટા-વરાછા,સુરત) અને અશ્વીન વાલજીભાઇ અણઘણ(ઉ.વ.27,રહે.મોટા-વરાછા,સુરત)ને ઝડપી લીધા હતા.
ત્રણ પૈકી રાજેશ તેજાણી diamondexchની માસ્ટર આઇડી સુરતના વિશાલ અને નંદલાલ પાસેથી મેળવી શુભમ અને અશ્વીન જેવા ગ્રાહકોને ઓનલાઇન સટ્ટો રમવા માટે ક્લાયન્ટ આઈડી આપતો હતો.
પીસીબીએ ત્રણેય પાસેથી રોકડા રૂપિયા 91,030/- ત્રણ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 1,39,030/-નો મુદ્દામાલ કબજે કરી સુપર આઈ.ડી ધારક વિશાલ અને નંદલાલને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500