સુરત જિલ્લાના પલસાણા ખાતે પ્રમુખ પાર્ક નજીક આવેલ એક ખંડેર બિલ્ડીંગ માંથી એલસીબી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એક મહિલા સહિત ત્રણ વ્યક્તિને ઝડપી પાડ્યા છે. આ વ્યક્તિઓ ટેમ્પામાં વિદેશી દારૂનો જથ્થો ભરી લાવી ત્યાંથી સગેવગે કરી રહયા હતા. તે સમયે પોલીસે રેઈડ કરી કુલ 14.72 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ત્રણ વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યા હતા.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પલસાણા ખાતે પ્રમુખ પાર્ક બિલ્ડીંગ નજીક આવેલ એક ખંડેર બિલ્ડીંગમાં કેટલાક વ્યક્તિઓએ વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો હતો અને આ વિદેશી દારૂનો જથ્થો તેઓ સગેવગે કરી રહ્યા હતા જે અંગેની બાતમી સુરત જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફને મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી રેઈડ કરી હતી. તે દરમિયાન એક આઇસર ટેમ્પો નંબર જીજે/15/એટી/6645 તેમજ ત્યાં એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓ હાજર મળી આવ્યા હતા અને પોલીસે ટેમ્પા ભરેલ ટ્રોલી બેગ તથા પેપર રોલની આડમાં છુપાવેલ વિદેશી દારૂની કુલ 1008 બોટલ કિંમત મળી અઆવી હતી જેની કીંમત રૂપિયા 98,400/-ના જથ્થા સાથે પારૂલબેન વિનોદભાઇ વાઘેલા (રહે. ગાયકવાડમિલની ચાલમાં,બીલીમોરા), જતિન જયંતિભાઈ પરમાર (રહે.પલસાણા) અને સુરજ વિરેન્દ્ર પરમાર (રહે.નુન્હેરા,તા.સેપઉ,જિ.ઢોલપુર,રાજસ્થાન) નાઓને ઝડપી પાડ્યા હતા અને વિદેશી દારૂ તેમજ અન્ય ચીજ વસ્તુ મળી કુલ 14.72 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે આ વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર અશોક વસંત વાઘેલા (રહે.પલસાણા), સમશેરસિંહ વિજયસિંહ રાજપૂત (રહે.પલસાણા) અને માલ આપનાર કાળું (રહે.ઉદવાડા) ના ઓને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500