Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનાની માળા અને આઈફોન લૂંટી ત્રણ લૂંટારુ રીક્ષામાં ભાગવા જતા ઝડપાયા

  • September 15, 2021 

સુરતના કડોદરા હાઈવે સ્થિત માજીસા ધામ મંદિરમાં બાધા પુરી કરવા મિત્ર સાથે પગપાળા જતા પરવત પાટીયાનો યુવકને દેવધ ચેક પોસ્ટ નજીક મારી નાંખવાની ધમકી આપી રુદ્રાક્ષની સોનાની માળા અને આઈફોન લૂંટી ત્રણ લૂંટારુ રીક્ષામાં ભાગ્યા હતા. જોકે, વેપારી અને તેમના મિત્રએ બુમાબુમ કરતા નજીકની ચેક પોસ્ટ પર હાજર પોલીસ અને લોકો દોડી આવતા લૂંટારુઓ ઝડપાઈ ગયા હતા અને તેમની પાસેથી પોલીસે મુદ્દામાલ કબજે કર્યો હતો.
 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પરવત પાટીયા વ્રજભૂમિ સોસાયટી 2/604માં રહેતા નિર્મલભાઈ ઓમપ્રકાશ બુબ (ઉ.વ.30) રીંગરોડ મીલેનીયમ માર્કેટમાં કાપડનો વેપાર કરે છે. નિર્મલભાઈ ગતરોજ સાંજે કડોદરા હાઈવે સ્થિત માજીસા ધામ મંદિરમાં બાધા પુરી કરવા મિત્ર દિનેશ સોની સાથે પગપાળા જતા હતા ત્યારે છ વાગ્યાના અરસામાં દેવધ ચેક પોસ્ટથી થોડે આગળ નિયોલ ગામ તરફ જતા રોડ ઉપર એક રીક્ષા નંબર જીજે/5/એવાય/2743 તેમની નજીક આવી હતી અને પાછળ બેસેલા બે ઈસમો નીચે ઉતર્યા હતા અને તે પૈકી એકે નિર્મલભાઈના ગળામાંથી રુદ્રાક્ષની સોનાની માળા ખેંચી ઝપાઝપી કરી તમારી પાસે જે પણ કીમતી સામાન છે તે અમને આપી દો નહી તો અહીંયા જ પતાવી દઈશું તેવી ધમકી આપી હતી. જયારે બીજાએ તેમના ખિસ્સામાંથી આઈફોન લૂંટી લીધો હતો અને બંને તેમના સાથી સાથે રીક્ષામાં ભાગ્યા હતા.

 

 

 

 

 

 

 

જોકે, નિર્મલભાઈ અને તેમના મિત્રએ બુમાબુમ કરતા નજીકની ચેક પોસ્ટ પર હાજર પોલીસ અને લોકો દોડી આવ્યા હતા અને લૂંટ કરી ભાગતા રીક્ષા ચાલક રાજુ ઉર્ફે રાજુ ચોટલો મહેશભાઇ પંડયા, અલ્પેશ ચીમનભાઇ સોલંકી અને કીશનકુમાર રાજુકુમાર મંડલ (ત્રણેય રહે. પુણાગામ, સુરત)ના ઓને ઝડપી પાડી લૂંટેલી રુદ્રાક્ષની સોનાની માળા અને આઈફોન કબ્જે કર્યો હતો જયારે ઝડપાયેલા ત્રણેય રીઢા ગુનેગાર હોવાનું જાણવા મળ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application