સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં વરેલી ગામે શાંતિ નગરમાં રહેતા પાડોશીને ત્યાં ગેસ લિકેજની ગંધ શોધવા જતા આગ લગતા ત્રણ વ્યક્તિઓ દાઝી ગયા હતા.
બનાવ અંગેની માહિતી એવી છે કે, પલસાણા તાલુકાનાં વરેલી ગામ ખાતે આવેલ શાંતિનગર ગાયત્રી પેલેસની બાજુમાં પહેલા માળે રૂમ નંબર-14માં રહેતા સુબોધ કિશોરી યાદવ પોતાના પરિવાર સાથે રહે છે તેઓ કામ ઉપર હોવાથી સુબોધ કિશોરી યાદવની પત્નીએ પડોશમાં રહેતા અયોધ્યા પ્રસાદ યાદવને જણાવ્યુ હતું કે, ગેસની ગંધ ક્યાંથી આવે છે તે શોધવા માટે જઈ રહ્યા હતા.
તે સમયે પડોશમાં રહેતા પ્રહલાદભાઈ પણ રૂમમાં ગયા હતા અને તે સમયે અંધારું હોવાથી અયોધ્યા પ્રસાદે અજવાળું કરવા માટે માચીસ પ્રગટાવી અજવાળું કરવા જતાં ગેસ લીકેજ હોવાને કારણે આગનો ભડકો થતા અયોધ્યા પ્રસાદ યાદવ, પ્રહલાદ કુશવા તેમજ ત્યાં રમતી બાળકી પ્રિયા કુશવા દાઝી જતા 108 મારફતે સુરત સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જયાં અયોધ્યા પ્રસાદ યાદવને દાખલ કરાયા હતા તો બીજી તરફ આગનો ભડકો થતા આસપાસના લોકો ભેગા થઈ જતા લોકોએ આગને કાબુમાં લીધી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500