કડોદરા બારડોલી રોડ ઉપર બગુમરા ગામની હદમાં કન્ટેનરની પાછળ પૂરઝડપે અને ગફલતભરી રીતે આવતી લક્ઝરી બસ ધડાકાભેર અથડાતા 3 ઈસમોને ઈજાઓ થતા 108ની મદદથી સુરત હોસ્પિટલ ખસેડાયા હતા.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કડોદરા બારડોલી રોડ ઉપર બગુમરા નહેર પાસે બારડોલી તરફથી આવતી એક કન્ટેનર નંબર એનએલ/01/એડી/8980ની પાછળ ચાલતી લકઝરી બસ નંબર જીજે/19/એક્ષ્સ/9596ના ચાલકે ઓવરટેક કરવા જતા આગળ ચાલતી ટ્રકની પાછળ ધડાકાભેર ભટકાતા બસની આગળના ભાગનો ભૂખો થઈ ગયો હતો.
આ અકસ્માત સર્જાતા કડોદરા બારડોલી રોડ ઉપર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ ગઈ હતી અને અકસ્માત થતા આસપાસના લોકો દોડી આવી ઇજાગ્રસ્તોને બહાર કાઢી 108ની મદદથી સુરત હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં બીજી તરફ જીલ્લા ટ્રાફીક પોલીસને જાણ થતાં ટ્રાફિક પોલીસે ક્રેનની મદદથી બંને વાહનોને અલગ કરી ટ્રાફીક હળવું કર્યું હતું અને આ ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી લકઝરી બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500