સુરતનાં માંગરોળ તાલુકાનાં નાની નરોલી ગામે તીન પત્તીનો જુગાર રમતા ત્રણ શખ્સને માંગરોળ પોલીસે ઝડપી પાડ્યા હતા. જયારે પકડાયેલ ઇસમો પાસેથી પોલીસે રોકડ રકમ તેમજ બે બાઇક મળી કુલ રૂપિયા 62,420/-નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણને વોન્ટેડ જાહેર કર્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, માંગરોળનાં નાની નરોલી ગામે મોગલાણી ફળિયામાં રોડ ઉપર ખુલ્લી જગ્યામાં જાહેરમાં કેટલાક ઇસમો ટોળું વળી પૈસા વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રહયા હતા.
જે અંગેની બાતમી માંગરોળ પોલીસને મળતા તેમણે બાતમીવાળી જગ્યાએ રેડ કરી હતી. જોકે રેડ દરમિયાન જુગાર રમી રહેલ બાબુભાઇ મુળજીભાઈ વસાવા (રહે.નાની નરોલી,માંગરોળ), સુભાષભાઈ રવજીભાઈ રાવળ (રહે.તડકેશ્વર,માંડવી) તથા રણછોડભાઈ મનસુભાઈ વસાવા (રહે. વસ્તાન ગામ,માંગરોળ) નાને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી પોલીસે દાવ પરના તેમજ અંગઝડતીના રોકડા રૂપિયા 12,420/- તથા બે બાઇક કિંમત રૂપિયા 50,000/- મળી કુલ રૂપિયા 62,420/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
જ્યારે પોલીસની રેડ દરમિયાન ભાગી જનાર સિરાજ અહમદ ભોરાત (રહે.નાની નરોલી,માંગરોળ), દીપકભાઈ મોતીલાલ પરમાર (રહે.નાની નરોલી,માંગરોળ) અને સાદીક કરીમ પઠાણ (રહે.ડુંગરી ગામ,માંગરોળ) નાને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500