સુરત જીલ્લાનાં કામરેજ વિસ્તારમાં આવેલ આત્મીય વિલા સોસાયટીના એક ઘરમાં મોડી રાત્રે જ્યારે પરિવાર ઘરના ઉપરના માળે સૂતો હતો. ત્યારે તસ્કરો નીચેના ઘરમાં ચોરી કરી ફરાર થઈ ગયા હતા. તસ્કરોએ ઉપરના માળના દરવાજાને બહારથી આગળો મારી નીચેના રૂમ માંથી રોકડ રકમ તેમજ સોનાના દાગીના મળી કુલ રૂપિયા 48,700/-નો મુદ્દામાલ ચોરી કરી જતાં ચકચાર મચી ગઈ હતી.
કામરેજ વિસ્તારમાં આવેલ આત્મીય વિલા સોસાયટીમાં ઘર નંબર-319માં રહેતા નિલેશભાઈ પરસોત્તમભાઈ ખૂંટ જે સુરતના વરાછા ખાતે હીરા ઘસવાનું કામ કરી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે. નિલેશભાઈ પરિવાર સાથે ઘરના ઉપરના માળે સૂતા હતા. ત્યારે મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. જેમાં નીચેના ઘરનું તાળું તોડી અંદર પ્રવેશી અને કબાટનું તાળું તોડ્યા બાદ કબાટમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ રૂપિયા 48,700/-ના મત્તાની ચોરી કરી જતાં ચકચાર મચી હતી. તસ્કરોએ ઉપરના માળના દરવાજાને બહારથી આગળો મારી દીધો હતો.
જયારે નિલેશભાઈની પત્ની સવારે નીચે આવવા દરવાજો ખોલ્યો હતો દરવાજો બહારથી બંધ હતો. જેથી નિલેષભાઈએ સોસાયટીના એક યુવાનને ફોન કરતાં તેમણે બહારથી લોક ખોલ્યો હતો. ત્યારબાદ નીચે આવીને જોયું ઘરની અંદર રૂમમાં કબાટ ખુલ્લો હતો અને સામાન વેરવિખેર પડ્યો હતો. જેથી ચોરી થયાનું માલુમ પડતા નિલેશભાઈ એ કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500