સુરતના કામરેજ તાલુકાના ઘલુડી ગામે આવેલા ફાર્મ હાઉસમાં મુકેલો હોટલનો સામાન અને ફાર્મ હાઉસનો લોખંડના ગેટની ચોરી થઈ ગઈ હતી. જે ઘટના અંગે ફાર્મ હાઉસના માલિક દ્વારા 1.76 લાખની ચોરીની ફરિયાદ કામરેજ પોલીસમાં નોંધાવી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઘલુડી ગામના મહિધરપુરા નાગર શેરીમાં રહેતા ઘનશ્યામભાઇ પટેલ જે ખેતી અને ફાર્મમાં હોટલનો ધંધો કરે છે અને તે માટે હોટલનો સામાન તથા ખેતીનાં સામાન વિજય પેટ્રોલ પંપની બાજુમાં આવેલા ફાર્મમાં તથા થોડે દૂર આવેલા તબેલાની બાજુમાં બનતા બીજા ફાર્મમાં મૂક્યો હતો અને ફાર્મમાં લોખંડનો ગેટ પણ લગાવવામાં આવ્યો હતો. પરંતુ રાત્રિનાં સમયે આજાણ્યા ચોર ઇસમો લોખંડનો ગેટ સાથે તબેલાની બાજુમાં મજૂરોએ ગત તા.11/8/2021નાં રાત્રે બાઇક પર જતાં બે અજાણ્યાને જોયા હતાં. ત્યારબાદ ગત તા.25-8-2021ની રાત્રે ફાર્મનાં મુખ્ય દરવાજાનું તાળુ તોડી અંદર ઘૂસી ફાર્મમાં મુકેલા આશરે 250 થી 300 માણસોની રસોઇ થાય તથા જમી શકે તેટલા ડીશ તથા તપેલા, 18 થી 20 ફૂટ લંબાઇનાં ગેલ્વેનાઇઝનાં પાઇપ નંગ 18, સબમર્સીબલ પંપ નંગ 3, નાની સાદી મોટર નંગ 2, ટ્રેક્ટરનાં ઓજાર, ફ્રીઝ, ગેસનાં બાટલા નંગ 2, 5 મણ ખાંડ, ઘરવખરી, મસાલાનાં ડબ્બા મળી કુલ 1,76,500/- રૂપિયાની ચોરી થયાની ફરિયાદ ઘનશ્યામભાઇએ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500