સુરત જીલ્લાનાં કામરેજ વિસ્તારનાં ઓમ પ્લાઝા બિલ્ડીંગમાં રહેતો હિમાંશુભાઈ પ્રદીપભાઈ વિઠલાની (ઉ.વ.39) કોસમેટિકનો વેપાર કરે છે. હિમાંશુભાઈના સંબંધી કાકા વિવેક રમેશચંદ્ર વસાણી મનીટ્રાન્સ્ફર, રીચાર્જ, બિલપેમેન્ટ કરી શ્રીજી એન્ટરપ્રાઈઝનાં નામથી વ્યવસાય કરતા હોય વિવેકભાઈ અને હિમાંશુભાઈ સુરત જઈ રહ્યા હોવાથી પોતાના વેપારના 8.50 લાખ રોકડા બેંક ઓફ ઈન્ડિયા સી.ડી.એમ.માં ભરવા માટે રોકડ રકમ ભરેલ બેગ સાથે હતી.
હિમાંશુભાઈ પોતાના કબજાની ઈકો કારમાં આગળની સાઈડમાં બેગ મૂકી કાર લઈને કામરેજ ચાર રસ્તા સ્થિત હિમાંશુભાઈ કામરેજ ચોકડી ઉપર વકીલ હાઉસ નીચે ગાડી લોક કરી થોડા અંતરે આવેલા ખેતલાઆપા ટી સ્ટોલમાંથી ચોકલેટ લેવા ગયા હતા અને ત્યાંથી પરત આવતા ઈકો કાર ડ્રાઈવિંગ સાઈડનો દરવાજો સાધારણ ખુલ્લો જણાઈ આવ્યો હતો. આ પરિસ્થિતિ પામી ગયેલા હિમાંશુ ભાઈએ ઈકો કારમાં આગળની સાઈડે મુકેલી રૂપિયા ભરેલી થેલી તપાસ કરતા મળી ન હતી. આથી અજાણ્યા તસ્કરો એ એકલતાનો લાભ લઈ ઉભેલી કારમાંથી લોક તોડી 8.50 લાખ તફડાવી ગયા હતા. આ બનાવ અંગે હિમાંશુભાઈએ કામરેજ પોલીસમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application