સુરતના મુગલીસરા આઈ.પી.મીશન સ્કુલની બાજુમાં મુંબાસાવાલા હાઉસમાં આવેલ યુકો બેન્કના એટીએમ મશીનના કેસેટ બોક્ષ (કેશ ટ્રે)નો ઈ-લોક પાસવર્ડ ખોલી ભેજાબાજે કુલ રૂપિયા ૧.૮૬ લાખ ચોરી લીધા હતા. તેમજ પાસવર્ડ બદલી નાંખ્યો હતો. બનાવ અંગે પોલીસે બેન્ક મેનેજરની ફરિયાદ લઈ સીસીફુટેજના આધારે આગળની તપાસ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અડાજણ મહાલક્ષ્મી મંદિર પાસે મહાવીર કોમ્પ્લેક્ષમાં રહેતા શ્રીહરિ શશીકાંત પારગાંવકર (ઉ.વ.૪૧) યુકો બેન્ક મુગલીસરા બ્રાંચમાં બે વર્ષથી મેનેજર તરીકે નોકરી કરે છે. બેન્કનું એટીએમ બ્રાન્ચથી ૨૦૦ મીટરના અંતરે આઈ.પી.મીશન સ્કુલ પાસે મુંબાસાવાલા હાઉસના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવ્યું છે. દરમિયાન ગત તા.૮મીના રોજ સવારે અગિયાર વાગ્યાથી સાડા અગિયાર વાગ્યાના આરસામાં કોઈ ભેજાબાજે એટીએમ રૂમમાં પ્રવેશ કરી લાકડીથી સીસીટીવી કેમેરાની દિશા બદલી નાંખ્યા બાદ એટીએમના કેસેટ બોક્ષ (કેશ ટ્રે)નો ઈ-લોક પાસવર્ડ ખોલી મસીનમાંથી રૂપિયા ૧,૮૬,૫૦૦/- ચોરી લીધા હતા અને ઈ-લોકનો પાસવર્ડ બદલી નાંખ્યો હતો.
વધુમાં બેન્ક દ્વારા એટીએમ મશીન રિપેરીંગનો કોન્ટ્રાકટ વોરટેક્ષ એન્જીનીયરીંગ પ્રા.લી. કંપનીને આપ્યો છે. દરમિયાન ગત તા.૯મીના રોજ બેન્ક કલાર્ક દ્વારા એટીએમ મસીનનો ઓનલાઈન ડેટા ચેક કરતા મશીન બંધ હોવાનુ બહાર આવ્યું હતું. જેથી મશીનિ રિપેરીંગના કોન્ટ્રાકટ કંપનીને જાણ કરતા બે દિવસ બાદ કંપનીનો એન્જીનીયર આવી તપાસ કરી હતી. જેમાં હાર્ડ ડિસ્કમાં ખામી હોવાનુ બહાર આવતા તપાસ માટે કંપનીની મદ્રાસ ખાતે મોકલી આપી હતી. બીજી તરફ કેસેટ બોક્ષ તોડી નાંખતા કેસ કેસેટ બ્રાન્ચમાં લાવી ૨ હજાર અને ૫૦૦ની નોટોની ગણતરી કરતા ૨ હજારની ૬૭ અને ૫૦૦ની ૬૯૧ નોટો મળી એટીએમ માંથી રૂપિયા ૪,૭૯,૫૦૦/- કેસ મળ્યા હતા જયારે બેન્કના રેકર્ડોમાં રૂપિયા ૬,૬૬,૦૦૦/- એટીએમમાં હોવા જાઈએ અને એટીએમ માંથી રૂપિયા ૧,૮૬,૫૦૦/- ઓછા નીકળ્યા હતા.
તે દરમિયાન મદ્રાસથી હાર્ડ ડિસ્ક આવી જતા તેની તપાસમાં એટીએમમાં ગત તા.૮મીના રોજ સવારે સવારે અગિયારથી સાડા અગિયાર વાગ્યાના આરસામાં એક વ્યકિત લાકડીથી કેમેરાની દિશા બદલી નાંખતો દેખાયો હતો અને એટીએમ મશીમાં કોઈ તોડફોડ પણ થઈ ન હતી. અજાણ્યાએ એટીએમ કેસેટ બોક્ષનો ઈ-લોક પાસવર્ડ ખોલી ચેન્જ કરી રૂપિયા ૧,૮૬,૫૦૦/- ચોરી ગયો હોવાનું બહાર આવ્યું હતુ. બનાવ અંગે પોલીસે મેનેજર શ્રહરિ પારગાંવકરની ફરિયાદ લઈ સીસીફુટેજના આધારે તપાસ શરૂ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500