સુરતના વેસુ હાઈસ્ટ્રીટમાં ઓફિસ ધરાવતા વેપારીને ગતરોજ બપોરે અગાઉ કરેલ પોલીસ ફરિયાદને અદાવત રાખી યુવકે હોકીથી ઢોર મારમારી ઓફિસમાં તોડફોડ કરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પાલ ભુમીપુજ્ય રેસીડેન્સીમાં રહેતા વેપારી નરેશભાઈ પાંચાભાઈ વાગડીયા (ઉ..વ.૩૭) વેસુ હાઈસ્ટ્રીટ ખાતે ઓફિસ ધરાવે છે. નરેશભાઈ ગતરોજ સવારે ઓફિસમાં બેઠા હતા. તે વખતે સાડા બારેક વાગ્યાના આરસામાં રાહુલ સોમા પટેલ (રહે.સાઈહોમ એપાર્ટમેન્ટ, અલથાણ) ને તેની સામે અગાઉ પોલીસમાં કરેલ અરજીની અદાવત રાખી હોકી લઈને ઓફિસમાં આવ્યો હતો અને નરેશને ઢોર મારમારી ઓફિસમાં તોડફોડ કરી નાસી ગયો હતો. પોલીસે નરેશભાઈની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application