બારડોલીના ક્રિષ્ના-નગર ખાતે ભાડેના રૂમમાં રહેતા યુવકની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. રૂમમાંથી દુર્ગંધ આવતી હોવાથી પડોશીઓએ મકાન માલિકને જાણ કરી તપાસ કરતાં યુવકની લાશ લટકતી હાલતમાં જોવા મળી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલીના ક્રિષ્ના-નગરમાં ભાડેના રૂમમાં એકલો ઓમપ્રકાશ રંગલાલ પ્રજાપતિ કડિયાકામ કરતો હતો. તેનો એક પુત્ર સુરતમાં ટેક્સ્ટાઈલ માર્કેટમાં નોકરી કરે છે. જ્યારે પરિવારના અન્ય સભ્યો રાજસ્થાનમાં રહે છે. ઓમપ્રકાશ બપોરના સમયે તેના રૂમમાંથી તીવ્ર દુર્ગંધ આવતી હોય આજુ-બાજુના લોકોએ તપાસ કરતાં રૂમ અંદરથી બંધ હતો તેથી પડોશીઓએ મકાન-માલિકને જાણ કરી હતી.
ત્યારબાદ મકાન-માલિકે બારીમાંથી જોતાં ઓમપ્રકાશ પ્રજાપતિની લાશ લટકતી જોવા મળી હતી. મકાન-માલિકે આ બનાવ અંગે પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે ફાયર-બ્રિગેડની ટીમ સાથે દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને પંખા સાથે લટકી રહેલી યુવકની લાશ ઉતારી તેને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવી હતી. યુવકે કયા કારણોસર ગળે ફાંસો ખાધો તે હકીકત જાણી શકાય નથી. આ બાવન અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500