વાલોડ તાલુકાનાં ગળકાજ ફળિયાના રહેવાસી અને હાલ પલસાણા તાલુકાના ડાંભા ગામના જિતેન્દ્રસિંહ દેવધરાને ત્યાં છેલ્લા 6 વર્ષથી ખેત મજૂરી કરી તેમની રૂમમાં રહેતા વિશાલ અરવિંદભાઈ વસાવા (ઉ.વ.20) તેમજ તેમના મોટાભાઈ યોગેશભાઈ અને નાનોભાઈ વિષ્ણુ પૈકી સોમવારે બપોરના સમયે વિશાલ વસાવા નાઓએ રૂમના બંને દરવાજા અંદરથી બંધ કરી પતરાના લાકડાના મોભ સાથે નાયલોનની દોરી બાંધી ગળે ફાંસો ખાઈ અગમ્ય કારણસર જીવન ટૂંકાવ્યું હતુ.
જયારે વિષ્ણુ ચલથાણ ખાતે વાળ કપાવવા ગયેલો હોય તે સાંજે ઘરે પરત ફરતા બંને દરવાજા બંધ હોવાથી રૂમના ઉપર પતરા પર ચઢી સિમેન્ટનું પતરું ખસેડી રૂમમાં ઉતરી જોતા વિશાલ વસાવા ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. ઘટના અંગે કડોદરા પોલીસે અકસ્માત મોતનો ગુન્હો નોંધી વધુ તપાસ કરી હોવાનું જાણવા મળ્યું હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application