સુરતનાં મહુવા તાલુકાનાં હળદવા ગામની સીમમાંથી પસાર થતી અંબિકા નદીમાં પાણીની મોટર બહાર કાઢવા ગયેલ યુવકનું ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત નીપજયું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મહુવાનાં હળદવા ગામે નવી વસાહત ફળિયામાં રહેતા ભરતભાઇ મણીભાઈ રાઠોડ (ઉ.વ.39) કે જેઓ મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે. જેઓ ગતરોજ ગામમાં જ રહેતા રમણભાઈ મગનભાઇ પટેલને ત્યાં કામે ગયા હતા.તે દરમિયાન રમણભાઈ પટેલે ખેતરોમાં પાણી પાવા માટે હળદવા ગામની સીમમાંથી પસાર થતી અંબિકા નદીમાં મોટર મૂકી હતી જે મોટર બગડી ગઈ હોય જેથી આ મોટરને કાઢવા માટે મોટરને દોરડું બાંધવા ભરતભાઇ રાઠોડ નદીમાં ઊતર્યા હતા તે સમયે નદીના ઊંડા પાણીમાં ડૂબી જવાથી ભરતભાઇ રાઠોડનું મોત નીપજયું હતું. બનાવ અંગે મૃતક યુવકના ભાઈએ મહુવા પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application