Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

યુવકને વીજ કરંટ લાગતા મોત

  • September 06, 2021 

સુરતના પલસાણા તાલુકાનાં વરેલી ખાતે રેડીમેઈડ કપડાંની દુકાનમાં કામ કરતો યુવક અન્ડર ગારમેટ કંપનીના માણસો સાથે દુકાનની બહાર કંપનીના જાહેરાત બોર્ડ લગાવવામાં મદદ કરી રહ્યો હતો. તે દરમિયાન બોર્ડ નજીક જતા વીજ વાયરને અડી જતા યુવકને વીજ કરંટ લાગતા યુવાનનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિજ્યું હતું ઘટના અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પલસાણાના ચલથાણ ગામે આવેલ મધુવન કોમ્પ્લેક્ષમાં રહેતા તગેશ ગોવિંદભાઈ પટેલ નાઓની વરેલી ખાતે સિદ્ધશ્વર કોમ્પ્લેક્ષના પહેલા માળે પટેલ ફેશન નામની રેડીમેઈડ કપડાંની દુકાન આવેલી છે જેમાં ગતરોજ સવારે 11 વાગ્યા અરસામાં તેઓની દુકાનમાં લક્ષ કોઝી અન્ડર ગારમેટ કંપનીના માણસો આવતા કંપનીના જાહેરાતનું બોર્ડ દુકાનની બહાર લગાવી રહ્યા હતા. દુકાનમાં કામ કરતો યુવક તેજરામ હડમાનરામ પટેલ (ઉ.વ.28) દુકાનની બહાર જાહેરાત બોર્ડ નીચેથી ઉપર આપવામાં મદદ કરી રહ્યો હતો. જે અરસામાં જાહેરાતનું બોર્ડ દુકાનની સામેથી જતા ઇલેક્ટ્રિકની લાઇનના વાયરને અડી જતા તેજારામને જોરદાર વીજકરંટ લાગ્યો હતો જેમાં તેજરામનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટના અંગે કડોદરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application