સુરતનાં માંડવી તાલુકાનાં ગોડધા ગામે રહેતા યુવાનને તેની પત્નીએ કામ ધંધો કરવા કહેતા ખોટું લાગી આવતા યુવાને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, માંડવીનાં ગોડધા ગામે લીંબરવાડી ફળિયામાં રહેતો સ્મીતકુમાર જીગ્નેશભાઇ ચૌધરી (ઉ.વ.23) કે જે કોઇ કામ ધંધો કરતો ન હતા. જેથી તેની પત્નીએ તેને કામ કરવા અંગે કહેતા સ્મિતને મનમાં લાગી આવતા તેણે પોતાના ઘરમાં લાકડાના બારોટ સાથે ઓઢણી વડે ગળે ફાસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગે મૃતક યુવાનના પિતાએ માંડવી પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application