સુરતના દિલ્લીગેટ ખાતે ગલેમંડીમાં આવેલા વર્ષો જૂનું અને જર્જરિત થઇ ગયેલું એક મકાન વરસાદને કારણે મોડી રાત્રે ધરાશઈ થઇ ગયું હતું અને એટલું જ નહીં આ મકાન બાજુમાં આવેલ અન્ય મકાનના ધાબા ઉપર પડતા બંને મકાનો પડી ગયા હતા. જોકે, આ બંને મકાનોમાં કોઇ રહેતું ન હોવાથી સદનસીબે જાનહાની ટળી ગઇ હતી તેમજ ઘટનાને પગલે સ્થાનિકો લોકોમાં અફડાતફડી ગઇ હતી.
ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગલેમંડી ખાતે લાપસીવાળા નામનું વર્ષો જૂનું ગ્રાઉન્ડ સહીત બે માળનું મકાન આવેલું છે. હાલમાં એક બાજુ શહેરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યા છે, ત્યારે મોડી રાત્રે આ મકાન ધરાશઈ થઇ ગયો હતો અને તેનો દીવાલ ભાગ બાજુમાં જ આવેલા અન્ય એક મકાન ઉપર ધડાકા સાથે પડી જતા બંને મકાનો બેસી ગયા હતા. ઘટનાએ પગલે સ્થાનિક લોકોમાં નાશભગ મચી ગઇ હતી. ઘટના અંગે જાણ કરવામાં આવતા ફાયરના કર્મચારીઓ ઘટના સ્થળ પર દોડી ગયા હતા અને કાટમાળ હટાવવા સહિતની કામગીરી શરુ કરી હતી. ફાયરના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ બને મકાનો ખાલી હતા અને ઘણા સમયથી બંધ પડેલા હતા જેથી કોઇ જાનહાની નહીં થઇ હતી. જયારે બાજુના મકાન મલિકના પરિવારજનોએ જણાવ્યું હતું કે, લાપસીવાળા મેંશન નામનો જૂનો અને જર્જરિત મકાન હતું તેને ઉતારી પાડવા માટે પાલિકા દ્વારા બે-ત્રણ વાર નોટિસ પણ આપવામાં આવી હતી છતાં ઉતારવામાં નહીં આવ્યું હતું. મકાન જોખમી અને પડું-પડું હોવાથી અમે અમારું મકાન ખાલી કરીને અન્ય જગ્યાએ ભાડા પર રહેવા ચાલ્યા ગયા હતા પરંતુ મકાનમાં અમારું સામાન અંદર હતું તે કાટમાળમાં દટાઇ ગયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500